સુરત ના ઉધના પોલીસ સ્ટેશન ના મહિલા PSI એ પોતાની સર્વિસ રિવોલ્વર થી ગોળી મારી આત્મહત્યા કરી!
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લીધો છે. જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.અનિતા જોશીના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે,”જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી”આવું લખીને તેમણે સુસાઇડ કરી લીધું હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. મહિલા PSIના પતિ પણ સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. શનિવારે સવારે અનિતા જોષી ફાલસાવાળી સ્થિત પોતાના નિવાસ સ્થાને હતા, ત્યારે તેમણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની સર્વીસ રિવોલ્વર વડે આપઘાત કરી લીધો હતો. ગોળી ચાલતા આસપાસમાં રહેતા પોલીસે કર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/