બુટલેગર ઉપેન્દ્ર અને મહેશ ઉર્ફે બુઢીયા ના ત્રાસ થી 16 વર્ષીય યુવકે વડોદરા કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી ! બુટલેગરો એ યુવકના પોતાના ઘર અને ગામ માં પ્રવેશ બંધી કરી!
બુટલેગર ઉપેન્દ્ર અને મહેશ ઉર્ફે બુઢીયા ના ત્રાસ થી 16 વર્ષીય યુવકે વડોદરા કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી ! બુટલેગરો એ યુવકના પોતાના ઘર અને ગામ માં પ્રવેશ બંધી કરી!
વડોદરા ના ધનોરા(રામપુરા) વિસ્તાર નો કુખ્યાત બુટલેગર મહેશ ઉર્ફે બુઢીયો અને તેના ભાઈ ઉપેન્દ્ર ને પોલીસ નો ડર રહ્યો છે ખરો?? બેફામ બનેલા બુટલેગરે પોતાના ગામ માં રહેતા યુવકે ને તેનાજ ઘર માં પ્રવેશ બંધી ફરમાવી, બેફામ બનેલ બુટલેગરો એ યુવક ને પોતાનું ઘર અને ગામ છોડાવ્યુ, બુટલેગર મહેશ ઉર્ફે બુઢિયો અને તેના ભાઈ ઉપેન્દ્ર ના ત્રાસ થી યુવકે પોલીસ મથક માં ફરિયાદ પણ નોંધાવી હતી ,પરંતુ યુવક દ્વારા અરજી માં જણાવ્યા અનુસાર સ્થાનિક જવાહરનગર પોલીસે આ બંને ભાઈ બુટલેગરો વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી !
અરજી કરનાર 16 વર્ષીય યુવક નરેશ લક્ષમણભાઈ ગોહિલ રહે જગતપુરા રામપુરા. તેના જ ગામના બે ભાઈ બુટલેગરો દ્વારા મોબાઈલ બાબતે ઝઘડો કરી ફરિયાદી નરેશ ને માર મારેલ હતો, બુટલેગર ઉપેન્દ્ર એ માર મારી કરી જાન થી મારી નાખવાની ધમકી આપી તાત્કાલિક ગામ છોડીને નરેશ ને જતા રહેવાનું કિધેલ , જેથી ફરિયાદી નરેશ બુટલેગરો ના ત્રાસ થી કંટાળી મામા ના ઘરે રહેવા જતો રહ્યો, તે પછી પણ વારંવાર બુટલેગરો દ્વારા નરેશ ના ઘરે જઈને તેના માતા-પિતાને ધાક ધમકી આપવામાં આવતી , માતા-પિતાની ખબર અંતર જોવા નરેશ આવે ત્યારે પણ બુટલેગરો નરેશ ને ધાક ધમકી આપી મારા-મારી કરતા હતા, અને બુટલેગરો કહેતા કે તમારા છોકરા નરેશ ને ઘર અને ગામ માં ના આવવા દેતા નહીતો બધા ને જીવતા સળગાવી દેશું, હસતા પરીવાર ને આ બંને ભાઈ બુટલેગરો દ્વારા વિખૂટું પાડી દેવામાં આવ્યું છે.
ફરિયાદી નરેશ અને તેના મામા નો છોકરો અનિલ તા-19-11-2020 ના રોજ રામપુરા ગામે દાદા ને કેન્સર થયું હોવાથી તેઓની તબિયત જોવા માટે રામપુરા આવ્યા હતા, તે વાત ની જાણ મહેશ ઉર્ફે બુઢિયો અને તેના ભાઈ ઉપેન્દ્ર ને થતા બંને સાથે મળીને નરેશ ગંદી ગાળો બોલી માર મારેલ અને જાન થી મારી નાખવાની ધમકી આપી, સાથે સાથે છટકા બનેલ બુટલેગરો ફરિયાદી ના મામા ના છોકરા અનિલ ને પણ માર મારેલ, જેથી ફરિયાદી નરેશ ના મામા ના છોકરા અનિલે સ્થાનિક જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, વધુ માં ફરિયાદી યુવક ને ફરિયાદ પાછી ખેંચવા બુટલેગરો એ દબાણ કરી ધાક ધમકી પણ આપી હતી,
જવાહરનગર પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી , ફરિયાદ ની રાત્રે જ મહેશ ઉર્ફે બુઢીયા નો વિદેશી દારૂ નો જથ્થો પણ ઝડપાયો હતો, જેથી પોલીસે બુટલેગર બુઢિયા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધ્યો હતો,
નરેશ ના જણાવ્યા અનુસાર પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ ન હતી ,ફરિયાદી ની અરજી માં જણાવ્યા અનુસાર ઉપર થી ફરિયાદી ને પોલીસે એમ જણાવેલ કે “તું તારા ગામ માં શા માટે જાય છે, હવે પછી તું તારા ગામ માં જતો નહીં”. પોલીસ બુટલેગર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાને બદલે ફરિયાદી ને પોતાના ગામ માં ના જવાની સલાહ આપી! આ તે કેવી સલાહ??
આ સમગ્ર બનાવ માં ફરિયાદી નરેશ ને પોતાના ગામ માં આવવું ભારે પડી ગયું છે, છાટકા બનેલ બુટલેગરો એ 16 વર્ષીય યુવકે નું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, 16 વર્ષીય યુવક અને તેના પરિવાર ને વિખૂટો કરી નાખ્યો છે, આખરે ત્રાસી ગયેલ 16 વર્ષીય યુવકે ન્યાય માટે મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખ્યો છે, અને જો યુવક ને ન્યાય નહીં મળે તો પત્ર માં જણાવ્યા અનુસાર તા 15-12-2020 ના રોજ યુવકે વડોદરા કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે,
બુટલેગરો ના ત્રાસ થી યુવકે મરવાનું નક્કી કર્યું આજ છે ગાંધી નું ગુજરાત??
આ બંને બુટલેગર મહેશ ઉર્ફે બુઢીયો અને ઉપેન્દ્ર વિરુદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલ હોવા છતાં પાસા થી કેમ દૂર છે?? પોલીસે આવા બેફામ બનેલ બુટલેગરો ને પાસા માં મોકલી દેવા જોઈએ!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/