પાદરા માંથી પસાર થતી મહીસાગર નદી માં જોવા મળ્યું કેમિકલયુક્ત વેસ્ટ, સ્થાનિકો માં રોષ! જોવો વીડિયો
વડોદરા માં અનેક કેમિકલ કંપનીઓ આવેલ છે આ કંપનીઓ નું વેસ્ટ પાણી VECL દ્વારા ટ્રીટમેન્ટ કેનલ મારફતે દરીયા માં છોડવા આવતું હોય છે, તો કેટલીક કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર વેસ્ટ કેમિકલ પાણી સીધું નદી માં છોડી દેવાના અનેક બનાવો પ્રકાશ માં આવ્યા છે, ગત રોજ પાદરા તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી માં કેમિકલ યુક્ત પાણી મહીસાગર નદી માં જોવા મળ્યું હતું, પાદરાના મુંજપુર, એકલબારા, ડબકા. મહમદપૂરા,તીથોર, જાશપૂર સહીત ના વિસ્તાર ના લોકો મહીસાગર નદી માં પ્રદુષણ થવાથી ને લઈ રોષે ભરાયાં, સ્થાનિક લોકો ની રજૂવાત ના પગલે GPCB એ પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી, સ્થાનિકો એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે GPCB ખાલી સેમ્પલ લઈ જાય છે પરંતુ યોગ્ય કાર્યવાહી કોઈ કરતું નથી, કેમિકલયુક્ત વેસ્ટજ નદી માં ઠાલવતા નદી માં પ્રદુષણ ના પ્રમાણ માં થઇ રહ્યો છે વધારો, દબકા ના સરપંચ મહેશભાઈ જાદવ અને પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા સ્થળે પોહચી વિગતો મેળવી હતી, વધુ માં ડબકા ના સરપંચ મહેશભાઈ જાદવ અને પર્યાવરણ પ્રેમી દીપકસિંહ એ સારોલ ખાતે જ્યાં VECL કેનાલ નો એક્ઝીટ પોઇન્ટ છે ત્યાં જઈને ચકાસણી કરી હતી , આજુ બાજુના 25 જેટલા ગામો ના લોકો આ પાણીનો ઉપયોગ કરતા હોવાનો સ્થાનિક લોકો નો દાવો,
રિપોર્ટર
કૃષ્ણકાંત ગાંધી
પાદરા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/