કોરોના ની મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ આજ રોજ કરખડી ની યુવા ટીમે ઉકાળા નું વિતરણ કર્યું
કોરોના મહામારી ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આજ રોજ કરખડી ગામમાં હાર્દિક પટેલ(ભલાભાઇ) અને તેમની યુવા ટીમ દ્વારા ઊકાળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ આ ઊકાળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે અને આવતી બીમારીથી રક્ષણ મળે તે માટે ઉકાળો ઔષધિરૂપ સાબિત થયો છે.આમ,આ મહામારી સામે રક્ષણ મેળવવા અમારી ટીમ સતત પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે.
“લોકોના શરીર અને સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારો ધર્મ છે”
રિપોર્ટર
કૃષ્ણકાંત ગાંધી
પાદરા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/