100 નંબર પર ફોન કરી જણાવ્યું કે મારી પત્ની એ મારા બાળક ને ઝેર આપી મારી નાખેલ છે ! પછી ફોન બંધ કર્યો! પોલીસ દોડતી થઈ! જાણો પછી શુ થયું?
વડોદરા ના જવાહરનગર પોલીસ સ્ટેશન માં કન્ટ્રોલ વાયરલેસ માંથી વર્ધી મળેલ કે 9054352564 ફોન પરથી જાણ કરી કે રનોલી બ્રિજ પાસેથી ડ્રાઈવર બોલું છું અને મારી પત્ની એ મારા બાળક ને ઝેર આપી મારી નાખેલ છે, જવાહરનગર પોલીસે સ્થળે જઈને તપાસ કરતા ત્યાં કોઈ મળી આવેલ નહતું, પોલીસ સ્ટાફ વારંવાર તે વ્યક્તિ ને ફોન કરવાનો સંપર્ક કરતા હતા, તે દરમિયાન એક વાર ફોન લાગ્યો હતો તે વ્યક્તિ એ જણાવ્યું હતું કે તે એમ,આર,શાહ ટ્રાન્સપોર્ટ માં ગાડી ચલાવે છે અને તે ગાડી ભરવા ભરૂચ જવા નીકળી ગયો છે આટલું જણાવી તુરંત પાછો ફોન બંધ કરી દીધેલ, જવાહરનગર પોલીસે વધુ માહિતી મેળવવા એમ,આર,શાહ. ટ્રાન્સપોર્ટ માં તપાસ કરી હતી, ટ્રાન્સપોર્ટ ના મહેતા ને પોલીસે ફરિયાદી નો ફોન નંબર બતાવ્યો તો મહેતા એ જણાવ્યું હતું જે આ નંબર તો ડ્રાઈવર મનમોહન ઉર્ફે ગોલું મિશ્રા નો છે, જેથી પોલીસે આ ડ્રાઈવર ક્યાં છે તે પૂછતાં ટ્રાન્સપોર્ટ ના મહેતા એ જણાવેલ કે આ ગોલું ડ્રાઈવર ક્યાં રહે છે અને ક્યાં છે એ ખબર નથી પણ તેનો ભાઈ પ્રિન્સ મિશ્રા મારી કંપની માં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, જેથી પોલીસે ટ્રાન્સપોર્ટ ના મહેતા ને સાથે લઈ ફરિયાદી જેને પોતાની બાળકી ને પોતાની પત્ની એ મારી નાખેલ આવી ફરિયાદ કન્ટ્રોલ માં કરી હતી તેને શોધવા તેના ભાઈ ના ઘરે પોહચી, ત્યાં તેનો ભાઈ મળી આવેલ અને પોલીસે ગોલું મિશ્રા નું સરનામું પૂછતાં તેના ભાઈ એ ગોલું મિશ્રા નું સરનામું આપ્યું હતું,
ગોલું મિશ્રા ભગવતી સોસાયટી માં રહે છે તેવું જણાવેલ, જવાહરનગર પોલીસે બતાવેલ સરનામે તાપસ કરતા ગોલું મિશ્રા ઘરે મળી આવેલ હતો, પોલીસે ઘર માં તપાસ કરતા તેની પત્ની અને બાળક જીવતા જોવા મળ્યા મળી આવેલ હતા, ગોલું મિશ્રા ને પોલીસ એ એ પૂછ્યું હતું કે ખોટી તમારા બાળક ને તમારી પત્ની એ ઝેર આપીને મારી નાખેલ આવી ફરિયાદ 100 નંબર પર કેમ લખાવી હતી,
તો ગોલું મિશ્રા એ જણાવેલ કે મારી પત્ની સાથે મારે ઝઘડો થયો હતો અને હું તેને સબક શીખવાડવા આવી ખોટી ફરિયાદ નોંધાવી હતી, જવાહરનગર પોલીસે ગણતરી ના કલાકો માં સમગ્ર બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી અને
ખોટી ફરિયાદ લખવનાર ગોલું મિશ્રા વિરુદ્ધ ગુણો દાખલ કરી તેની ધરપકડ કરી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/