ડાંગ :દક્ષિણ ડાંગ વન વિભાગ સમાવિષ્ટ ચીચીનાગાવઠા રેન્જ મા ફરજ બજાવતા છુટક રોજમદારો ને છેલ્લા ત્રણ મહિના થી વેતન નહીં અપાતા રોજમદાર બન્યા બેહાલ.
પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લા ના દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તક આવેલ ચિચિનાગાવઠા રેન્જના ચિચિનાગાવઠા રાઉન્ડ બીટ સાથે પિંપરી અને ભવાડી રાઉન્ડ બીટ મા છુટક રોજમદાર તરીકે કામ કરાતાં રોજમદારો આ તમામો વન વિભાગમા છુટક રોજમદાર ( દવગાર્ડ )તરીકે કામ કરી રહ્યા છે અને તેઓને વન વિભાગ દ્વારા જંગલમા સાચવણી થી માંડી ને પ્લાન્ટેશનના રોપા સાચવવાની જવાબદારી તેમજ જંગલ ના હદ ફાયર લાઇન સાફ સફાઈ કામ પણ શૉપવામા આવતી હોવાનુ અને અન્ય વન વિભાગના કામગીરીઓ પણ કરાવવામાં આવતી હોવાનુ જાણવા
મળેલ છે વધુમાં આ રોજમદારો ને ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા મજદૂર કાયદાના નિયમાનુસાર એક પૂર્ણ દિવસના રૂા. ૩૨૪/- વેતન ઠરાવેલ છે પરંતુ હાલ ડાંગ વન વિભાગ દ્વારા આ રોજમદારો ને ટેન્ડર પ્રથાથી કોન્ટ્રાક્ટ પદ્દતિથી માત્ર એક મહિનાના રૂા. ૬૦૦૦/- આરએફઓ દ્વારા ચૂકવી આપવામા આવી રહ્યાનુ ચર્ચાઈ રહેલ છે અને હાલ આ રોજમદારો ને ચાલુ વર્ષમા માહે – સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર -૨૦૨૦ નું વેતન આજદીન સુધી આપવામાં નથી આવતાં આ ગરીબ આદિવાસી રોજમદારો માત્ર મજુરી પરપોતાનાં કુટુંબીઓ ની જીવન ગુજારી નભતા હોય છે તેવી સ્થીતીમા તેમને ત્રણ માસનો વેતન ન મલતા તેઓની આર્થિક પતિસ્થિતી ખુબજ કફોડી હાલતમા આવી ગઇ છે. ત્યારે આ બાબતે સ્થાનિક વન વિભાગ તંત્રના જવાબદાર અધિકારીઓ ગંભીરતા લઈ રોજમદારો ને વહેલી તકે વેતન અપાવે છે કે પછી તે પણ મુક દશ”કબની રહે છે એ જોવનુ રહ્યુ.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/