છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી ની એન્ટ્રી, આજે છોટાઉદેપુર ના દરબાર હોલ ખાતે બેઠક મળી
આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દરેક બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે મીટીંગ દરબાર હોલ માં યોજાઇ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રોમી ભાટી ની ઉપસ્થિતિમાં બેઠક નું આયોજન
ભાજપ અને કોંગ્રેસની ગંદી રાજનીતિથી કંટાળીને ત્રીજો વિકલ્પ આપવા આમ આદમી પાર્ટી મેદાને પડી
છોટાઉદેપુરમાં આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ને લક્ષ માં લઇ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ગુજરાતના વિકાસના કામોની લઇ કેટલીક ચર્ચા પણ કરવામાં આવી હતી
આવનારી છોટાઉદેપુર જિલ્લાની આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી માં દરેક બેઠકો ઉપર આમ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે
આવનારે તાલુકા પંચાયતની ચૂંટણી તથા જિલ્લા પંચાયતની ચુંટણીને લઈ તનતોડ મહેનત કરવા કાર્યકરોને હાકલ કરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે જો આવનાર ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવશે તો છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત સીટો તથા જિલ્લા પંચાયત સીટો ઉપર થતા ભ્રષ્ટાચારને રોકિશું અને જિલ્લા ને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું
આજરોજ છોટાઉદેપુર દરબાર હોલમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઇ હતી તેમાં100 થી વધુ નવા કાર્યકર્તા જોડાયા હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી બોડેલી પાવીજેતપુર પંચાયત જિલ્લા પંચાયતમાં ઉભા રહેનાર ઉમેદવારોના નામ આજ રોજ દરબાર હોલમાં જાહેર કરાયા હતા
રિપોર્ટર
શકીલ સમોલ
છોટાઉદેપુર
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/