જવાહરનગર પોલીસ ઊંઘતી રહી! અને ચોરોએ કોયલી ખાતે આવેલ સાગર પ્લાઝા માં 7 દુકાનો સહિત 2 શોરૂમ માંથી લાખો નો મુદ્દામાલ ચોરી કર્યો ! જોવો CCTV માં.
વડોદરા ના કોયલી ગામ પાસે મેઈન રોડ ઉપર આવેલ સાગર પ્લાઝા માં ક્રિસમસ ના રાત્રે આશરે 1:45 ની આસપાસ ચોરો એ 7 દુકાન સહિત 2 શોરૂમ ના તાળા તોડ્યા, લાખો નો સામાન ચોરી કર્યો! ચોરો એ રાત્રી કરફ્યુ નો ભરપૂર લાભ લઇ ચોરી કરી, રાત્રી પેટ્રોલિંગ કરી રહેલ વિસ્તાર ની જવાહરનગર પોલીસ ને ગંધ પણ ના આવી, અને ચોરો એ લાખો ની ચોરી કરી, એક તરફ મંદી નો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ રાત્રી કરફ્યુ નો લાભ લઇ વેપારીઓ ની દુકાનો તોડી ચોરો ચોરી કરી રહ્યા છે, રાત્રી કરફ્યુ માં નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ ને જરાય ખબર ના પડી કે તસ્કરો સાગર પ્લાઝા માં દુકાનો ના તાળા તોડી રહ્યા છે, ચોરો એ MRP ભાવ ચેક કરીને રજવાડા શોરૂમ માંથી કપડાં અને સાડીઓ ચોરી કરી, વધુ માં જે સ્થળે ચોરી થયેલ છે ત્યાંથી 200 થી 400 મીટર ના અંતર માં એક પોલીસ ચોકી અને એક ચેક પોસ્ટ આવેલી છે તો પણ પોલીસ ની આંખો માં ધૂળ નાખી ચોરો એ ચોરી કરી, કોયલી ચેક પોસ્ટ પર લાગેલા CCTV શોભા ના ગાંઠિયા સમાન CCTV બંધ હાલત માં, એક તરફ આજ સ્થળે પોલીસ ચેકીંગ કરી માસ્ક ના નામે હજારો ની ઉઘરાણી કરતી પોલીસ સામે તસ્કરો નો ચેલેન્જ,
ચોરો એ ચોરી કરેલ સાડીઓ અને કપડાં એક ખેતર માં સંતાડ્યા હતા અને વહેલી સવારે તે કપડાં ના પોટલાં 3 જેટલા ઈસમો બાઇક પર આવીને લઈ ગયા ની ચર્ચા ચર્ચાઈ રહી છે,
નીચે ના નામની દુકાનો અને શોરૂમ ના તાળા તૂટ્યા
જલારામ હાર્ડવેર
પ્રોજેકટ હાઉસ સેફટી સામાન
નવકાર સાડી સેન્ટર
શિવ ઇલેક્ટ્રિકલ
ફેશન પોઇન્ટ
ગુરુકૃપા પાન કોર્નર
રજવાડા
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/