ધોળકા પોલીસે 3 દારૂ ની બોટલ સાથે એક ઇસમ ની ધરપકડ કરી
પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંગ યાદવ સાહેબ દ્વારા 31 ડિસેમ્બર ના કારણે પ્રોહી અંગે પ્રોહી દ્રાઈવ રાખેલ હોઈ જે અનુસંધાને અને સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોસ્ટબલ જગદીશભાઈ જેઠાભાઇ અને એ. એસ. આઈ પ્રદીપકુમાર કરણભાઈ બજાર ચોક વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે નિરવભાઈ બાલકૃષ્ણભાઈ કો.પટેલ કે જેઓ વિદેશીદારૂ લાવી વેચાણ કરે છે. અને તે પુલેન સર્કલ પાસેથી પસાર થનાર છે. અને તેની પાસે વિદેશીદારૂ ની બોટલો હોવાની ચોક્કસ બાતમી હતી.ત્યારે તે બાતમી આધારે પુલેન સર્કલ-ક્લીકુંડ રોડ પર ઘનશ્યામ રેસિડેન્સી સામે વોચ માં હતા ત્યારે નિરવભાઈ બાલકૃષ્ણભાઈ કો.પટેલ પીળા કલર નો મીણીયા નો થેલો લઇ નીકળતા તેને રોકી ને થેલા માં તપાસ કરતા વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલો નંગ 3 જેની કિંમત 1500 રૂપિયા અને 1 મોબાઈલ ફોન રૂપિયા 10000 મળી કુલ 11500 નો મુદ્દામાલ સાથે નિરવભાઈ બાલકૃષ્ણભાઈ કો.પટેલ ની ધરપકડ કરેલ છે. આરોપી ને કોરોના ટેસ્ટ કરાવી પ્રોહીબિશન એકટ કલમ 65 એ એ મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
યુવરાજસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/