ચાલુ લોકલ ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ કરીને ફેંકી દીધી ,મહિલા વાશીના રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં મળતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, દુષ્કર્મ થયાનું ટેસ્ટમાં ખુલ્યું
ચાલુ લોકલ ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ કરીને ફેંકી દીધી ,મહિલા વાશીના રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં મળતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, દુષ્કર્મ થયાનું ટેસ્ટમાં ખુલ્યું
પ્રતીકાત્મક તસ્વીર
નવી મુંબઈના વાશી વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાં બળાત્કારની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવાર સવારની છે, જ્યારે ૨૪ વર્ષિય મહિલાની સાથે ચાલતી લોકલ ટ્રેનમાં દુષ્કર્મ કરવામાં આવ્યું. મહિલા ગંભીર અવસ્થામાં વાશીની રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ મામલે વાશી જીઆરપીએ અજ્ઞાત વ્યક્તિની વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ અને ૩૭૬ હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.આ ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે એક બાઇકવાળાએ યુવતીને જાેઇ અને ત્યારબાદ સ્ટેશન માસ્ટરને જણાવ્યું. ત્યારબાદ સ્ટેશન માસ્ટરે આ સૂચના જીઆરપીને આપી. જીઆરપી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મંગળવારની સવારે વાશી ખાડી પાસે રેલવેના પાટા પર આ મહિલા ઘાયલ અવસ્થામાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમી રહી હતી.
ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે જીઆરપી અધિકારીઓ પહોંચ્યા હતા. તેમણે ઘાયલ મહિલાને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી, પરંતુ મહિલાની હાલત વધારે નાજુક હોવાના કારણે તેને મુંબઈની જેજે હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી. અત્યારે મહિલાની હાલત ઘણી જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેજે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ પણ થઈ કે મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે પીડિતા ટિટવાલાની રહેવાસી છે અને પવઈ વિસ્તારમાં નોકરાણીનું કામ કરે છે. અત્યારે જીઆરપી વાશી રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે, જેથી આરોપી સુધી પહોંચી શકાય.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/