૨૦૨૧માં દુનિયા પ્રલયનો સામનો કરશે, ટ્રમ્પ બહેરા થશે , બાબા વેંગાની ભવિષ્યવાણી
૨૦૨૧માં દુનિયા પ્રલયનો સામનો કરશે, ટ્રમ્પ બહેરા થશે , બાબા વેંગાની ભવિષ્યવાણી
બાલ્કાનની નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતી એક ભવિષ્યવક્તા બાબા વેંગાએ વર્ષ ૨૦૨૧ને લઈને અનેક ભવિષ્યવાણીઓ કરી છે. તેમની ભવિષ્યવાણીના હિસાબથી માનવતા માટે વર્ષ ૨૦૨૧ ખતરનાક સાબિત થવાનું છે. ઉલ્લેખીય છે કે બાબા વેંગાએ ૮૬ વર્ષ ઉંમરે ૧૯૯૬માં દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓએ ૯/૧૧ હુમલો, બ્રેક્ઝિટ સંકટ સહિત દુનિયામાં ઘટી ચૂકેલી અનેક ઘટનાઓની એકદમ સચોટ ભવિષ્યવાણી કરી હતી. ૨૦૨૧ને લઈને તેઓએ જણાવ્યું છે કે દુનિયાના ઘણા બધા પ્રલય અને ગંભીર આપદાઓનો સામનો કરશે. બીજી તરફ તેઓએ કહ્યું છે કે એક મોટું ડ્રેગન માનવતા પર કબજાે કરી લેશે. જાણકારોના મત મુજબ, બાબા વેંગાએ આ વાતના માધ્યમથી ચીન તરફ ઈશારો કર્યો છે. આ ઉપરાંત તેઓએ પેટ્રોલ-ડીઝલને લઈને પણ મોટી વાત કહી છે. બાબા અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદન બંધ થયા બાદ ટ્રેન સૂર્યના પ્રકાશના માધ્યમથી હવામાં ઉડશે. બાબા વેંગાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભવિષ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓએ કહ્યું છે કે ટ્રમ્પને એક રહસ્યમયી બીમારી ઘેરી લેશે, જેના કારણે તેઓ બહેરા થઈ જશે અને તેમને બ્રેન ટ્રોમા થશે. બીજી તરફ, પુતિન પર હુમલો થવાની વાત કહી છે. બાબા વેંગા મુજબ પુતિન પર તેના જ દેશના કોઈ જીવલેણ હુમલો કરશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે યૂરોપ પર ઈસ્લામી કટ્ટરવાદી હુમલો કરશે. બીમારીઓને લઈ એક સારી ખબરબાબા વેંગાની બીમારીઓને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીઓએ એક તરફ જ્યાં લોકોમાં ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ રાહતના પણ સમાચાર આપ્યા છે. તેઓએ કહ્યું છે કે ૨૦૨૧ એવું વર્ષ હશે જેમાં દુનિયાને કેન્સરથી આઝાદી મળશે. તેમની ભવિષ્યવાણી મુજબ, દુનિયાને આ વર્ષે કેન્સરનો ઉપચાર મળી જશે. જાેકે તેઓએ એક અન્ય ઘટના પર ઈશારો કરતાં કહ્યું છે કે ૨૦૨૧માં ‘ત્રણ રાક્ષસ એક થઈ જશે. આ પહેલા પણ બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. સોવિયત સંઘના તૂટવા, ૯/૧૧નો હુમલો, પ્રિન્સેલ ડાયનાનું મોત, ચર્નોબિલ ડિઝાસ્ટર જેવી વાતો સાચી સાબિત થઈ છે. તેઓએ પોતાના મોતની ભવિષ્યવાણી પણ કરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/