૪૭૨ ગ્રામ ચરસની સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી , પોલીસે ૨.૩૬ લાખની કિમતનું ચરસ ૩ મોબાઇલ અને બાઇક મળી બે લાખ ૮૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
૪૭૨ ગ્રામ ચરસની સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી , પોલીસે ૨.૩૬ લાખની કિમતનું ચરસ ૩ મોબાઇલ અને બાઇક મળી બે લાખ ૮૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત શહેરમાં ચરસના કાળા વેપારનો પર્દાફાશ થયો છે પુણા પોલીસે ગુના રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટ પાસેથી સરસ લઈ જતા મેં રાજસ્થાની સપ્લાયરો અને ચરસ લેવા આવેલા સ્થાનિક ને ઝડપી પાડયો હતો પોલીસે તેઓની પાસેથી ૨.૩૬ લાખની કીમતનું ૪૭૨ ગ્રામ ચરસ ૩ મોબાઇલ અને બાઇક મળી કુલ બે લાખ ૮૧ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ચરસની હેરાફેરીના કાળા વેપારનો પર્દાફાશ થયો છે. અને ચરસની હેરાફેરી કરનારા ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ ૩ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેલાએ મળેલી બાતમીના આધારે પોલીસે ચરસની હેરાફેરી કરતા બે રાજસ્થાનીઓને ઝડપી પાડયા સાથે જ ચરસ લેવા આવેલા વરાછાના એક યુવકને પણ ઝડપી પાડયો હતો. પોલીસે બાતમીના આધારે પુણા કુંભારીયા ખાતે આવેલી રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટ પાસેથી ૨.૩૬ લાખની કિંમતનું ૪૭૨ ગ્રામ ચરસની ડિલિવરી કરવા આવેલા લાડુનાથ તથા પ્રકાશ ઉર્ફે સૂરજ તેમજ સરસ લેવા આવેલા વરાછાના જીગ્નેશ ઠાકોરને પોલીસે ઝડપી પાડયા હતા પોલીસે તેઓની પાસેથી ૩ મોબાઈલ ફોન અને એક મોપેડ પણ કબજે કર્યો હતો. આમ પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૨.૮૧ લાખની મત્તા કબજે કરી હતી પોલીસના હાથે ઝડપાયેલા આરોપી લાડુનાથે પોલિસ પૂછપરછમાં જણાવ્યું હતું કે હિમાચલના નોલારામે આ ચોરસ મોકલ્યો હતો જ્યારે જીગ્નેશ ઠાકોર એ રીતેશ પાંડે નામના વ્યક્તિએ તેને લાડુ નાથ અને પ્રકાશ પાસે ચરસની ડિલિવરી લેવા માટે મોકલ્યો હતો. જેથી પોલીસે નોલારામ તેમજ મિતેશ પાંડે તેમજ નોલારામને ચરસ આપનાર ગણેશ મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે જાે કે ઝડપાયેલા આરોપીનાં ગુનાંહિત ઈતિહાસ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/