સુરેન્દ્રનગરમાં બે તોતિંગ ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ ,સુરેન્દ્રનગરના લખતર તાલુકાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે વહેલી સવારે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મોત થઈ જતા જાનહાનિ સર્જાઇ છે. જાેકે, અકસ્માતના પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતા ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમૈાં કપચી ભરેલો ડમ્પર અને સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતના પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાઈ ગયો હતો. આ સીરામીક પાવડર ભરેલા ટ્રકના ડ્રાઇવરનું કેબિનમાંજ મોત નીપજ્યું હતું. જાેકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ ખૂબ વિચ્છેદિત અવસ્થામાં હતો અને તેને મુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો હતો. પેટીયું રળવા માટે ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરોની જિંદગી હંમેશા તલવારની ધારે રહેતી હોય છે. અનેક કિસ્સામાં ડ્રાઇવરનો વાંક ન હોય તો પણ સામેના ચાલકની બેકાળજીના કારણે પણ જાનહાનિ સર્જાઈ છે અને લોકોના જીવ જતા રહેતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતમાં હાઇવે પર જ ડ્રાઇવરની જિંદગી હણાઈ ગઈ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/