આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

ગેસને લઈને ઑઇલ કંપની મોટી જાહેરાત કરી શકે છે ,એલપીજી સિલિન્ડરના ભાવમાં દર સપ્તાહે ફેરફાર થશે

ગેસને લઈને ઑઇલ કંપની મોટી જાહેરાત કરી શકે છે ,એલપીજી સિલિન્ડરના ભાવમાં દર સપ્તાહે ફેરફાર થશે


નવું વર્ષ શરૂ થવાને હવે એક જ અઠવાડિયું બાકી છે. વર્ષ ૨૦૨૧ની શરૂઆત થતાની સાથે જ આપણા જીવનમાં અનેક બદલાવ આવશે. આમાથી અમુક બદલાવ એવા છે જેની સીધી અસર આપણા જીવન પર થશે. લગભગ તમામના રસોડામાં ઉપયોગ થતા એલપીજી સિલિન્ડરને લઈને પણ ખાસ બદલાવ થઈ શકે છે. એવી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ બહુ ઝડપથી દર અઠવાડિયે બદલાશે. ડિસેમ્બરમાં અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારે થયો છે. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ ડિસેમ્બર બાદ ૧૫મી ડિસેમ્બરના રોજ પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ પખવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ અને ફૉરેન એક્ચેન્જ રેટના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક મીડિયા કંપનીનું કહેવું છે કે ઑઇલ કંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે નક્કી કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયામાં કોઈ સમસ્યા નથી આવી રહી. આથી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે બદલાવામાં આવે તો કોઈ સમસ્યા નહીં આવે. જાેકે, આ અંગે કોઈ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. હાલ દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલવામાં આવે છે. હાલ રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૯૪ રૂપિયા છે. મુંબઈમાં પણ આ જ ભાવ છે. કોલકાત્તામાં આ ભાવ ૭૨૦.૫૦ રૂપિયા જ્યાર ચેન્નાઈમાં ૭૧૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. એલપીજી સિલિન્ડરમાં આ ભાવ વધારો ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦થી લાગૂ છે. પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ૧૮ રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૬.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યો છે. કેન્દ્ર સરકાર દર વર્ષે ગ્રાહકોને સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપે છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button