કોન્સ્ટેબલે પત્નીને આપઘાત કરવા ઉશ્કેરતાં ફરિયાદ , પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો અને એસિડ પીવા ઉશ્કેરણી કરી, વારંવાર ત્રાસ અપાતો હોવાની ફરિયાદ
પ્રતીકાત્મક તસ્વીર
સામાન્ય રીતે ઘરેલુ ઝગડાઓમાં પોલીસ વચ્ચે રહીને બને પક્ષે સમાધાન કરાવતી હોય છે. જાે બને પક્ષના લોકો ન સમજે બાદમાં કાર્યવાહી કરાતી હોય છે. પણ હવે પોલીસકર્મીએ જ પત્ની પર જુલમ કર્યો હોવાના આક્ષેપ પત્નીએ કરી કોન્સ્ટેબલ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો હતો અને સાચા બાપની હોય તો એસિડ પી એવું કહેતા પરિણીતાએ એસિડનો ઘૂંટડો પીધો હતો. સમગ્ર આક્ષેપને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના જયશ્રીબહેન અશોકભાઈ ચૌહાણ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી માધુપુરા પોલીસ લાઈનમાં તેમના પતિ અશોક ચૌહાણ, જેઠ નાગરભાઈ, નણંદ લક્ષ્મીબેન અને પોતાના દીકરાની સાથે છેલ્લા છ વર્ષથી રહે છે. જયશ્રી બહેનના પતિ અશોકભાઈ ચૌહાણ રાણીપ પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જયશ્રીબેન ના લગ્ન વર્ષ ૨૦૧૫માં જ્ઞાતિના રીત રિવાજ મુજબ અશોકભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ જયશ્રી બેન ની સાથે તેમના પતિ પિયરની સામાજિક નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. એકાદ વર્ષ પહેલા જયશ્રી બહેન ના પિયર પક્ષ તરફથી એક બાઈક પતિને વાપરવા માટે આપ્યું હતું. આ બાઈક આજથી છ મહિના અગાઉ જયશ્રીબેનના બ્લોકના આગળના ભાગે પાર્ક કરી મૂકયું હતું. ત્યારે સવારે વાંદરાઓએ બાઈક પાડી દેતા બાઈક નો કેટલોક ભાગ તૂટી ગયો હતો, જેથી જયશ્રી બહેને તેમના પતિને કહ્યું હતું કે આ બાઈક પિયરમાં મોકલી આપે. જેથી જયશ્રીબેનના પતિ અશોકભાઈ ચૌહાણ ઉશ્કેરાઇ ગયા હતા અને જયશ્રીબેનના વાળ પકડીને બે-ત્રણ ફેંટો મારી દીધી હતી. જેથી જયશ્રી બહેન તેમના પિયર જતા રહ્યા હતા. જાેકે બાદમાં જયશ્રીબેનના સાસુ અને નણંદ એ સમજાવતાં તેઓ પરત તેમના પતિ પાસે માધુપુરા પોલીસ લાઈન માં આવ્યા હતા. પરત ફરીને છ માસ જેટલો સમય જયશ્રીબહેન તેમના પતિ સાથે રહ્યા હતા અને કોરોના ના કારણે લોકડાઉન આવતા તેમના પતિ તથા સાસુ, નણંદ તથા જેઠ તમામ લોકો વતનમાં જતા રહ્યા હતા. જયશ્રી બહેનના પતિ તેઓને વતનમાં મૂકીને બે દિવસમાં અમદાવાદ પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરી ત્રણેક માસ જયશ્રીબહેન તેમના સાસરીમાં રહ્યા હતા. ત્યારે ત્યાં નણંદ અને તેમના જેઠ પણ તેમની સાથે રહેવા માટે આવ્યા હતા. ત્યારે જયશ્રી બહેન ને તેના પતિ સાથે ઘરની નાની નાની બાબતોમાં બોલવાનું થતું હતું. અને તેમના નણંદ તથા જેઠ જયશ્રીબેનના પતિને ચડાવતા હતા અને મારઝૂડ કરાવતા હતા.ગત ૨૧ ડિસેમ્બરના રોજ જયશ્રીબહેને એમના નણંદની ચણિયાચોળી તેમના જેઠની સગાઈના પ્રસંગમાં પહેરવા બાબતે તેમના પતિ સાથે બોલાચાલી થઇ હતી. જેને લઇને તેમના પતિએ તેમને માર માર્યો હતો. ગત ૨૨મી તારીખે ફરીથી ચણિયાચોળી પહેરવા બાબતે તેમના પતિ સાથે ઝઘડો થયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/