ધનોરા અને ઉમરાયા ગામ થી રાજપરા ભાવનગર પગ યાત્રા સંઘ નીકળ્યો
છેલ્લા 10 વર્ષ થી ધનોરા અને ઉમરાયા ગામ થી રાજપરા ભાવનગર ખોડિયાર માતા ના મંદિરે પગપાળા સંઘ નીકળે છે, આ સંઘ માં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ પગપાળા માતાજી ના દર્શને જતા હોય છે, આ પગપાળા સંઘ નું આયોજન ધનોરા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી પ્રવીણસિંહ ઝાલા અને ભુવાજી રબારી લક્ષ્મણભાઈ દ્વારા કરવામાં આવે છે, 7 થી 8 દિવસ પગપાળા ચાલીને યાત્રાળુઓ ભાવનગર ના રાજપરા ખોડિયાર માતા ના મંદિરે પોહચે છે, અને મંદિરે પગપાળા શ્રદ્ધાળુઓ દ્વારા ધજા અર્પણ કરવામાં આવે છે, આ વર્ષે કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી સોસીયલ અને માસ્ક નો ઉપયોગ કરી પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું, પગપાળા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ આયોજકો દ્વારા કરવામાં આવે છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/