ઝઘડીયા તાલુકા ના ઉમલ્લા થી વેલુગામ સુધીના બિસમાર માર્ગ બાબતે વારંવાર ની રજૂઆતો બાદ કોંગ્રેશ અગ્રણીઓ મેદાને કોગ્રેસ એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી.
છેલ્લા ઘણા સમયથી વેલુગામ સુધીનો માર્ગ અત્યંત બિસમાર હાલત માં હોય , જેમાં રસ્તો તો છે પણ રસ્તા પર રોડ નથી… જેથી ઉમલ્લા થી આંતરિયાંયાદ ગામો ની પ્રજાએ ખુબ હાલાકી ભોગવી રહી છે….
ઝઘડીયા તાલુકાના આ રોડ વિશે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ રોડની કામગીરી નહિવત..
આજરોજ ઝઘડીયા તાલુકાના જરોઈ ગામ ખાતે ઝગડીયા કોંગ્રેશ આગેવાનો ભેગા થઈ…. ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી….જો આ રોડ ની મરામ્મ્ત સાત દિવસ માં નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી…..
કોંગ્રેસ આગેવાવાનો દ્વારા વિકાસ ગાંડો થયો છે.તેવા સુત્રોચાર કર્યા હતા. તેમજ ગુજરાત મોડેલની પોલ ઉઘાડી પાડી હોઈ તેવા પણ આક્ષેપો કર્યા હતા. આ બિસ્માર રોડના કારણે ધૂળની ડમળીઓ ઉડતી હોવાથી
ખેડૂતો ના ઉભા પાક.ને વારંવાર મોટા પાએ ખેડૂતો ને નુકસાન ભોગવવાનો વારો આવે છે. જોવું એ રહ્યું કે આવનારા સમય માં રોડ નુ કામ શરૂ થાય છે કે જેસે કે તેસી પરિસ્થિતિ માં માર્ગ પડી રહેશે.
નિમેષ ગોસ્વામી
ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/