જવાહરનગર પોલીસ ના રાત્રી પેટ્રોલિંગ પર ફરી સવાલ ? પોલીસ સ્ટેશન વિસ્તાર માં વધુ બે ચોરી ના બનાવ, 2 બાઇક ની ચોરી સાથે 3 ઘર ના તાળા તુંટ્યા!
વડોદરા પાસે આવેલ કોયાલી ખાતે 2 દિવસ પહેલા જ સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માંથી 7 દુકાનો સહિત 2 શોરૂમ ના તાળા તોડી ચોરો એ લાખો ના કપડાં ,સામાન અને રોકડા ની ચોરી કરી હતી, આ ચોરી નો બનાવ સમગ્ર પંથક માં ચકચાર મચ્યો હતો, અને સ્થાનિકો એ પોલીસ ના રાત્રી પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા, આ બનાવ ના 1 જ દિવસ માં બીજી 2 ચોરી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં થવા પામી છે, પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ કોયલી ની મેઈન રોડ ઉપર આવેલ શિવમ રેસિડેન્સી માંથી આજે વહેલી સવારે 2 બાઇકો ની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી.
સાથે કોયલી ખાતે આવેલ GEB કોલોની માંથી 3 મકાન ના તાળા ચોરો એ તોડી કેશ સહિત ચાંદી ની વસ્તુઓ ની ચોરી કરવાની વિગત મળી રહી છે, પ્રાપ્ત વિગત અનુસાર આ ઘર ના રહેવાસી ઘરે નહતા આજે વહેલી સવારે ઘરે આવતા જાણ થઈ કે ઘર ના તાળા તોડી ચોરી થયેલ છે,
જવાહરનગર પોલીસ સામે સતત ચેલેન્જ ફેકતા તસ્કરો નીં કોઈ ભાળ નથી મળી, વિસ્તાર માં સતત વધી રહેલા ચોરી ના બનાવો ના લીધે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો, સ્થાનિકો ના કહેવા પ્રમાણે પોલીસ ને દંડ આપવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે,
ચોરી ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પીહચી હતી અને તપાસ હાથ ધરી,
પરંતુ વિસ્તાર માં સતત વધી રહેલા બનાવો માં જવાહરનગર પોલીસ સામે મોટો સવાલ ઉભો કર્યો છે,
વિસ્તાર માં આવેલ શિવમ રેસિડેન્સી માંથી GJ06MK2998 અને GJ06LG9519 એમ આ બે નંબર ની બાઇકો ની ચોરી થયેલ છે, વધુ માં ત્રીજી પલ્સર બાઇક ને પણ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,
2 દિવસ પહેલા 7 દુકાન સહિત 2 શોરૂમ માંથી લાખો ના મુદ્દામાલ ની ચોરી થયેલ ચોરો નો કોઈ પત્તો પોલીસ ને હજુ મળ્યો નથી અને બીજી બે ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. આટલા મોટા બનાવ બનવા પામ્યા છે છતાં જવાહરનગર પોલીસ ઊંઘતી હોય તેમ દેખાઈ રહ્યું છે, પોલીસ ને જનતા ની સલામતી માં કોઈ રસ રહ્યો નથી તેમ દેખાઈ આવે છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/