આરોગ્યક્રાઇમગુજરાતદેશ દુનિયાવ્યાપાર

એપ્સ દ્વારા લોન કૌભાંડમાં ચાર ચાઈનીઝની ધરપકડ , ફોન પર ઈન્સ્ટન્ટ લોનમાં ચાઈનીઝ કનેક્શન ખુલ્યું

એપ્સ દ્વારા લોન કૌભાંડમાં ચાર ચાઈનીઝની ધરપકડ , ફોન પર ઈન્સ્ટન્ટ લોનમાં ચાઈનીઝ કનેક્શન ખુલ્યું


ફોન પર ઈન્સ્ટન્ટ લોન આપીને તગડું વ્યાજ વસૂલવાના કૌભાંડમાં ચાઈનીઝ કનેક્શન બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ એપ્સ દ્વારા લોન લેનારા લોકો જાે તેની સમયસર ચૂકવણી ના કરી શકે તો તેમના ફોનમાંથી કોન્ટેક્ટ નંબર ચોરીને તે બધાને ફોન તેમજ મેસેજ કરીને લોન લેનારાની બદનામી કરાય છે. આ કૌભાંડનો ભોગ બનેલા ત્રણ લોકોએ આપઘાત કરી લેતા તેલંગાણા પોલીસે તેની તપાસ શરુ કરી હતી. પોલીસ અત્યારસુધી આ મામલે ચાર ચાઈનીઝની ધરપકડ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ આવી એપ્સના શિકાર બનેલા લોકોના કિસ્સા બહાર આવી ચૂક્યા છે. બુધવારે તેલંગાણા પોલીસે દિલ્હીથી ઝુ વેઈ ઉર્ફે લેમ્બો નામના ૨૭ વર્ષના ચોથા ચાઈનીઝની ધરપકડ કરી હતી. તે શાંઘાઈ જવા માટે ફ્લાઈટ પકડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. તેનો ભારતીય સહકર્મી કે નાગાર્જુન પણ હાલ પોલીસના સકંજામાં છે, અને તેની પણ દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અત્યારસુધી યી બાઈ, લીઆંગ ટીઆનટીઆન લેમ્બો અને યાહ હાઓ નામના ચાર ચીની નાગરિકોની ધરપકડ કરી છે. જેમાં યાહ હાઓને ઓનલાઈન ગેમ્બલિંગ રેકેટમાં ઓગષ્ટમાં પકડવામાં આવ્યો હતો, આ એપમાં ઘણા ભારતીયો કરોડો રુપિયા હાર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લેમ્બો છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદ પોલીસના રડાર પર હતો, અને તેના સાથીની ધરપકડ બાદ તે ગાયબ થઈ ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર તે પકડાયો ત્યારે શરુઆતમાં તો તેણે પોલીસ જે કંઈ કહી રહી છે તે અંગે પોતાને કંઈ ખબર ના હોવાનું જણાવ્યું હતું. જાેકે, જ્યારે તેનું લેપટોપ પોલીસે ખોલ્યું ત્યારે તેમાં કેટલાક એવા ડોક્યુમેન્ટ્‌સ જાેવા મળ્યા હતા કે જેણે તેની પોલ ખોલી નાખી હતી. હૈદરાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર લેમ્બો ભારતમાં સાત કોલ સેન્ટર ચલાવતી કંપનીઓનો હેડ હતો. જેમાંથી બે ગુરુગ્રામ અને બેંગલોરમાં જ્યારે ત્રણ હૈદરાબાદમાં ચાલતા હતા. કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને લોનની ભરપાઈ ના કરી શકતા લોકોને ધમકાવવાની તેમજ તેમને બદનામ કરી દેવાનો ડર બતાવી વસૂલી કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એપ દ્વારા લોન આપી તગડું વ્યાજ લેવાના મામલે અત્યારસુધી તેલંગાણામાં ત્રણ લોકો આપઘાત કરી ચૂક્યા છે. જેમાં એક સરકારી કર્મચારી અને એક સોફ્ટવેર એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને કંપનીના કલેક્શન એજન્ટ્‌સ ફોન કરીને ધમકી આપતા હતા. એટલું જ નહીં, લોન લેનારા લોકોના ફોનમાં જેટલાના નંબર સેવ હોય તે તમામ લોકોને પણ ફોન ઉપરાંત મેસેજ પણ મોકલવામાં આવતા હતા. ચાઈનીઝ નાગરિકો સાથે કામ કરતા ભારતીય નાગરાજુની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે આખાય ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર લેમ્બો અન્ય એક ચાઈનીઝ મહિલાના સંપર્કમાં હતો. જેનું નામ યુઆન યુઆન ઉર્ફે સિસ્સી ઉર્ફે જેનિફર હતું, અને તેણે જ ભારતમાં સમગ્ર ઓપરેશન ગોઠવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. જાેકે, હાલ તે પોતે ચાઈનામાં છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં ઓપરેટ કરતી એગ્લો ટેક્નોલોજી પ્રા. લિમિટેડ, લિઉફાંગ ટેક્નોલોજી પ્રા. લિમિટેડ, નાબ્લૂમ ટેક્નોલોજી પ્રા. લિમિટેડ અને પિનપ્રિન્ટ ટેક્નોલોજી પ્રા. લિમિટેડ કરોડો રુપિયાનો કારોબાર ધરાવે છે, અને કેટલીક તો બિટકોઈન્સમાં પણ લેવડ-દેવડ કરે છે.

 

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button