જુ મારવાની દવાથી કોરોનાથી મૃત્યુમાં ૮૦%નો ઘટાડો શક્ય , કોરોના કહેરની વચ્ચે સારા સમાચાર આવ્યા
જુ મારવાની દવાથી કોરોનાથી મૃત્યુમાં ૮૦%નો ઘટાડો શક્ય , કોરોના કહેરની વચ્ચે સારા સમાચાર આવ્યા
કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. માથાની જુ મારવા માટેની દવાથી કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ૮૦ ટકાનો ઘટાડો કરી શકાય છે. આ ચમત્કારિક દવાનું નામ છે આઈવરમૈક્ટીન. આ દવાના ઉપયોગથી હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી મહત્વની અને સારી બાબત એ છે કે, જુ મારવાની આ દવા ઘણી સસ્તી છે. આ શોધ દરમિયાન જે ૫૭૩ દર્દીઓને આ દવા આઈવરમૈક્ટીન આપવામાં આવી,. જેમાંથી માત્ર ૮ લોકોના મોત થયા હતાં. જ્યારે ૫૧૦ દર્દીઓને આ દવા નહોતી આપવામાં આવી જેમાંથી ૪૪ લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ એપ્રિલ મહિનામાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે, જુથી બચાવનારી આ દવાએ કોરોના સામે લડવામાં ઘણાં સારા પરિણામો હાંસલ કર્યા હતાં. માત્ર એક જ ડોઝથી ૪૮ કલાકની અંદર તમામ વાયરલ આરએનએનો નાશ થયો હતો. બ્રિટનની લિવરપૂલ યૂનિવર્સિટીના વાયરોલોજીસ્ટ એંડ્યૂ હિલે નવી શોધને કોરોનાની સારવાર કરવાની દિશામાં શાનદાર ગણાવી હતી. લગભગ ૧૪૦૦ દર્દીઓ પર કરવામાં આવેલા આ સંશોધનના ડેટાને જાહેર કરવામાં આવ્યો છે. જાેકે આ સંશોધન પ્રકાશિત થાય તે પહેલા સમીક્ષામાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, જાે આ જ પ્રકારની અસર અન્ય અધ્યયનોમાં પણ યથાવત રહેશે તો નિશ્ચિતરૂપે તે કોરોનાની સારવારમાં ઘણી જ અસરકારક બની રહેશે. તો બીજી બાજુ ટીકાકારોએ હિલના અધ્યયનના પરિણામોને અપરિપક્વ ગણાવ્યા હતાં. તેમણે અપીલ કરી હતી કે, આઈવરમૈક્ટિનને કોરોનાની દવા તરીકે જાહેર કરતા પહેલા તેનું વધારે સંશોધન કરવાની જરૂર છે. ટીકાકારોએ જણાવ્યું હતું કે, આ અગાઉ મેલેરિયાની દવાઓ અને અન્ય કેટલીક દવાઓને લઈને દાવા કરવામાં આવ્યા હતાં જે ખોટા સાબિત થયા હતાં.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/