૧૧ જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થશે ,માસ પ્રમોશન નહીં અપાય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
૧૧ જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થશે ,માસ પ્રમોશન નહીં અપાય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્તવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી તમામ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થશે તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, આ ર્નિણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-ર્સ્વનિભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે, શાળા કોલેજાે એ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકોએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં ર્નિણય લેવાશે.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/