લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર દ્વારા જુગાર તેમજ દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી.
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે આધારે સંખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૯૨૦૦૫૨૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબના કામનો આરોપીઓ ટીનો ઉર્ફૅ અમિષભાઇ શશીકાન્તભાઇ દેસાઇ રહે.બહાદરપુર દેસાઇ શેરી તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા છોટાઉદેપુર પો.સ્ટે.માં રાયોટીંગ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ સરતાનભાઇ ગોપલાભાઇ રાઠવા રહે.ગુડા ખોખરા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓની વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી નાઓની કચેરી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત મંજુર થતા શ્રી ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાઓને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ રાજકોટ ” તેમજ “પોરબંદર” જેલ ખાતે મોકલી આપેલ છે.
જુગાર કેસમાં પાસા હેઠળ અટક થયેલ સામાવાળો :-
(૧) ટીનો ઉર્ફૅ અમિષભાઇ શશીકાન્તભાઇ દેસાઇ ઉ.વ.૩૮ રહે.બહાદરપુર દેસાઇ શેરી તા.સંખેડા જી.છોટાઉદેપુર
દારૂ તેમજ રાયોટીંગના ગુનામાં પાસા હેઠળ અટક થયેલ સામાવાળો –
(૨) સરતાનભાઇ ગોપલાભાઇ રાઠવા ઉ.વ.૩૫ રહે.ગુડા ખોખરા ફળીયા તા.જી.છોટાઉદેપુર
શકીલ સમોલ છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA