પદમલા જૈન મંદિર સામે સર્વિસ સ્ટેશન પાસે પાર્ક કરેલ કન્ટેઇનર ટ્રક માંથી 300 લીટર ડીઝલ ચોરી કરી ચોરો ફરાર ! છાણી પોલીસ સ્ટેશન ના રાત્રી પેટ્રોલિંગ પર સવાલ?
રાજ્ય માં દિવસે ને દિવસે ચોરી ના બનાવ માં વધારો જોવા મળ્યો છે, ઘરફોડ ચોરી, મોટરસાઇકલ ચોરી, દુકાનો માંથી ચોરી આવી અનેક ચોરીઓ ને રીઢા ગુનેગારો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો છે,તેવામાં ડીઝલ ચોરી ના બનાવ પણ બનવા પામ્યા છે, ઇન્ડસ્ટ્રીય વિસ્તાર નજીક ના હાઇવે રોડ ઉપર પાર્ક કરેલ વાહનો માંથી માથાભારે ટોળકીઓ દ્વારા ચાલક ને ધાકધમકી આપી ડીઝલ ચોરી કરવામાં આવે છે, આજે વહેલી સવારે પદમલા હાઇવે જૈન મંદિર સામે આવેલ સર્વિસ સ્ટેશન પાસે પાર્ક કરી ઉભું રાખેલ કન્ટેઇનર ટ્રક માંથી આશરે 300 લીટર ડીઝલ ની ચોરો દ્વારા ચોરી કરવામાં આવ્યા ની ઘટના સામે આવી છે, એક તરફ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ ના નામે ખાલી કાગડો ઉપર પેટ્રોલિંગ કરતી હોય તેમ દેખાઈ આવે છે, જે જગ્યા એ ડીઝલ ની ચોરી કરવામાં આવી તે વિસ્તાર છાણી પોલીસ સ્ટેશન માં આવે છે, પરંતુ રાત્રી પેટ્રોલીંગ માં કોઈ ને ગંધ પણ ના આવી અને કન્ટેઇનર ચાલક ને ધાક ધમકી આપી આશરે 300 લીટર ડીઝલ ચોરો દ્વારા ચોરી કરવામાં આવેલ, અવારનવાર છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા હાઇવે ઉપર થી હજારો લીટર ડીઝલ ચોરી ના બનાવ બન્યા કરતા હોય છે, ચાલક ના જણાવ્યા અનુસાર બોલેરો ગાડી લઈને 4 જેટલા ઈસમો આવ્યા હતા ને તેઓ દ્વારા ચાલક ને ધાક ધમકી આપી કન્ટેઇનર ની બન્ને ડીઝલ ટાંકી માંથી આશરે 300 લીટર જેટલું ડીઝલ ચોરી કરી 4 ઈસમો ફરાર થઈ ગયા હતા, વડોદરા માં રાત્રી કરફ્યુ ના ચોરો ધજાગરા ઉડાડતા દેખાઈ રહ્યા છે, વધુ માં માસ્ક ના નામે પોલીસ ચોરો ને પકડવાના હોય તેમ કોર્ડન કરી ને જાહેર જનતા ને પકડી રહી છે, અને હજારો લાખો નો દંડ વસુલી રહી છે તેવામાં આવા ચોરો પોલીસ તંત્ર સામે પડકાર કરતા હોય તેમ લાગી રહ્યું છે,
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/