વડોદરા ના અનગઢ ગામ ખાતે આવેલ કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઇન્ડિયન ઓઇલ કસ્ટમર ડે ની ઉજવણી કરવામાં આવી.
વડોદરા જિલ્લા ના અનગઢ ગામ ખાતે આવેલ કોમન સર્વિસ સેન્ટર કેન્દ્ર (CSC કેન્દ્ર) ખાતે ઇન્ડિયન ઓઇલ કસ્ટમર ડે ની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમ માં ગામ માં નવા એલ.પી.જી ગ્રાહકો ને IOCL ના અધિકારી શ્રી હિમાંશુ માંડવકર ના હસ્તે કન્ઝ્યુમર કાર્ડ આપવામાં આવ્યા હતા તેમજ ઘરેલુ ગેસ ઉપભોક્તાઓએ રાંધણ ગેસ ના ઉપયોગ માં કઈ કાળજી રાખવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી,
સાથે સાથે ફ્રીમાં માસ્ક વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું,
અનગઢ ગ્રામજનો ને નવા ગેસ કનેક્શન , સિલિન્ડર, બુકીંગ જેવી સુવિધા હવે સરળતાથી મળી રહેશે તેવું CSC કેન્દ્ર દ્વારા જણાવ્યું હતું, CSC કેન્દ્ર ખાતે સવારે 8 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે, ગ્રામજનો ને વિસ્તાર માંથી 10 થી 15 કિલોમીટર ના ધક્કા માંથી મુક્તિ મળશે, ગામ માં જ સુવિધા મળતા ગ્રામજનો ને રાહત મળી,
ધર્મપાલસિંહ ગોહિલ
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/