આરોગ્યક્રાઇમગુજરાત

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલે અનગઢ ના યુવાન ને બેરહેમી પૂર્વક માર માર્યો, યુવાન ને ગંભીર ઇજા પોહચતા હોસ્પિટલ માં દાખલ કરાયો!

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલે અનગઢ ના યુવાન ને બેરહેમી પૂર્વક માર માર્યો, યુવાન ને ગંભીર ઇજા પોહચતા હોસ્પિટલ માં દાખલ કરાયો!

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ એક ગુન્હા ની પૂછપરછ માટે બોલાવેલ યુવાન ને એક કોન્સ્ટેબલે બેરહેમી પૂર્વક માર માર્યો, યુવક ને બેભાન થતા પરિવાર ને બોલાવી હોસ્પિટલ મોકલી આપેલ, યુવાન ને ધાક ધમકી આપી કે મારી માર્યો એવું કોઈને જણાવીશ તો ખોટા કેસ માં ફસાવી અંદર કરી દઈશ!

કોણ ને આ બેફામ બનેલ કોન્સ્ટેબલ??

શુ કાયદેસસર ની કાર્યવાહી કરવામાં આવી હતી??

શુ આ ઘટના થી નડિયાદ પક્ષીમ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ અજાણ છે??

વિગત એવી છે કે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશમ માં તારીખ 23/12/2020 ના રોજ એક ગુન્હો નોંધાયો હતો,
તેની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ કરી રહી હતી, તે દરમિયાન વડોદરા ના અનગઢ ગામમાં રહેતા મહેશ ગોહિલ ના ઘર ખાતે તારીખ 07/01/2021 ના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના એક પોલીસ જવાન અને સાથે બીજા ત્રણ ઈસમો પોહચ્યા હતા, તેમને મહેશ ની મૌખિક પુછપરછ કરી વધુ પૂછપરછ કરવા માટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું, મહેશ ગોહિલ પોતાની બાઈક લઈને જવાનો આગ્રહ કર્યો, મહેશ ની બાઈક ઉપર પોલીસ જવાને સાથે આવેલ એક ઈસમ ને બેસાડ્યો અને એજ રાત્રે પોલીસ સ્ટેશન પોહચ્યો હતો, મહેશ ગોહિલ ની આખી રાત મૌખિક પુરપરછ કરવામાં આવી હતી, મહેશ ના જણાવ્યા અનુસાર મહેશ જેટલું જાણતો હતો, તે બધુજ તેને પોલીસ સાચે સાચું જણાવી દીધું હતું, તો પણ એજ રાત્રે કોઈ એક પોલીસ જવાન દ્વારા કોઈ એક ચોક્કસ ઈસમ સાથે ફોન પર વાત કરી ને મહેશ ગોહિલ ઉપર ટોર્ચર કરવાનું ચાલુ કર્યું હતું, બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના એક પોલીસ જવાન દ્વારા મહેશ ગોહિલ ને બેરહેમી પૂર્વક માર મારવાનું ચાલુ કર્યું હતું, મહેશ ગોહિલ ના ઉપર ડંડા ને પટ્ટા વડે અત્યંત દયનીય રીતે માર મારવામાં આવી રહ્યો હતો, એક તરફ મહેશ ગોહિલ બોલી રહ્યો હતો “કે સાહેબ ઓ સાહેબ મારી ઉપર દયા કરો , મારાથી આપનો માર સહન નથી થતો, હું જે સાચું જાણતો હતો એ આપણે કહી દીધું છે, આનાથી વધારે હું કઈ નથી જાણતો”. મહેશ ની આ માર ના સહન થવાની બુમો નજાને કેમ પોલીસ જવાન ને નહીં સંભળાતી હોય, પોલીસ જવાન ને મહેશ મારવાનું ચાલુજ રાખ્યું હતું, એક વાર મહેશ બેભાન થતા પોલીસ જવાને મારવાનું બંધ કરેલ, પછી પાછો મહેશ હોશ માં આવતા બેરહેમી થી માર મારવાનું ચાલુ કરેલ, મહેશ ની હાલત નાજુક થઈ હાલત બગડતા પોલીસ જવાન મહેશ ને પોલીસ સ્ટેશન માં છોડી ફરાર થઈ ગયેલ, મહેશ ના જણાવ્યા અનુસાર તેને આશરે 3 થી 4 કલાક સતત મારવામાં આવેલ, મહેશ ની તબિયત વધારે લથડતા આખરે તેના પરિવાર જનો ને સોંપ્યો હતો, પરિવાર જનો એ તેને હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરેલ, કોઈ કાયદેસર નજ કાર્યવાહી કર્યા વિના ગુન્હો સ્વીકારવા મહેશ ને
નડિયાદ પક્ષીમ પોલીસ દ્વારા ખુબજ માર મારવામાં આવેલ,

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના આ કોન્સ્ટેબલ એ મહેશ ગોહિલ ને ધાક ધમકી પણ આપેલ કે મેં તને આટલો માર્યો એ તું કોઈને જણાવીશ તો હું તને ખોટા કેસ માં ફસાવી અંદર કરી દઈશ, તને કોઈ પૂછે તો કેજે કે પડી ગયો હતો એટલે આ વાગ્યું છે,

અમારા રિપોર્ટર દ્વારા પોલીસ ના માર નો ભોગ બનેલા મહેશ ગોહિલ સાથે રૂબરૂ માં વાત કરતા જાણવા મળ્યું હતું કે તેને 07 તારીખે ઘરે થી એક જયેશ દેસાઈ નામનો ઈસમ પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને કોઈ અરજી કે કોઈ કાયદેસર ની કાર્યવાહી કર્યા વગર અત્યંત દયનીય રીતે જયેશ દેસાઈ નામના પોલીસ જવાને તેને બેરહેમીથી માર માર્યો હતો, મહેશ ના હાથ પગ અને થાપા ના ભાગ માં ખુબજ સૂઝન જોવા મળ્યા હતા, મહેશ એ વડોદરા ની સયાજી હોસ્પિટલ માં સારવાર લીધી છે, મહેશ ને અલગ અલગ નંબર પરથી સમાધાન અને ધમકી ભર્યા ફોન આવવાના ચાલુ થઈ ગયેલ!
મહેશ ના જણાવ્યા અનુસાર મહેશ પાસે બધું રેકોર્ડિંગ ફોટા બધુંજ પેનડ્રાઈવ માં છે, માર નો ભોગ બનેલ મહેશ ગેરકાયદેસર રીતે માર મારનાર પોલીસ જવાન વિરુદ્ધ કોર્ટ માં રજુઆત કરશે,

આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button