છાણી GSFC બ્રિજ પાસે ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત! એક યુવક નું ઘટના સ્થળે મોત, બીજો યુવક ગંભીર રીતે ઘાયલ !
વડોદરા ના છાણી નજીક GSFC મેઇન ગેટ પાસે બ્રીજ નિચે એસ.ટી બસની ટકકરે આવેલા બાઇક સવાર બે યુવકો પૈકી એકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય યુવકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની પ્રાપ્ત માહિતા અનુસાર, દુમાડ તરફથી છાણી GSFC મેઇન ગેટ થઇ અમદાવાદ જવાના રસ્તે બ્રીજ નિચે આશારે રાત્રે 10:10 વાગ્યાના આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી બસની આડે આવેલા બાઇક સવાર ના બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ બાઈક અકસ્માતમાં બે યુવકો પૈકી દિપકકુમાર નામના યુવક નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે વિવેક નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. GSFC મેઇન ગેટ પાસે બ્રીજ નિચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઇક સવાર બન્ને યુવકો દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ જઇ રહ્યાં હતા. તે સમયે એસ.ટી બસની આડે આવતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, સ્થાનીક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બસ ચાલાક ની પુછપરછ હાથ ધરાઈ!
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/