આરોગ્યગુજરાતજીવનશૈલી

ડ્રાઈવિંગ લાયન્સ રિન્યુ માટે હવે ઓનલાઈન બેકલોગ થશે , વર્ષ ૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

ડ્રાઈવિંગ લાયન્સ રિન્યુ માટે હવે ઓનલાઈન બેકલોગ થશે , વર્ષ ૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે


ફરી એકવાર રાજ્યના વાહનચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જાે તમારી પાસે જૂનું લાયસન્સ હોય તો આ સમાચાર ખુબ જ મહત્વપૂર્ણ છે. જાે તમારૂ લાયસન્સ વર્ષ ૨૦૧૦ પહેલા ઇસ્યુ થયું હશે અને તમારે તેને રિન્યુ કરાવવું હશે તો તમારે તેનું બેકલોગ કરાવવું પડશે. પહેલાં રિન્યુ કરાવતા પહેલા બેકલોગ કરાવવા માટે અરજદારો એ આરટીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામા આવતા અરજદારોને રાહત થઈ છે. અરજદારોને આસાની રહે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ કામીગીરી ઓનલાઇન કરવામા આવી રહી છે, ત્યારે હવે બેકલોગની કામગીરી પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. અરજદારોનું લાયસન્સ જાે ૨૦૧૦ પહેલા ઇસ્યુ થયુ હોય તેઓએ લાયસન્સ રિન્યુ કરાવવુ હોય અથવા તો ડુપ્લીકેટ કરાવવું હોય તો તે માટે અરજદારે બેકલોગ કરાવવા માટે આરટીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા, કારણ કે આરટીઓ પાસે ૨૦૧૦ પહેલાનો ડેટા ઓનલાઇન ઉપલબ્ધ નથી. ત્યારે હવે તેઓ ઘરે બેઠા જ લાયસન્સનુ બેકલોગ કરી શકે છે. અરજદારે બેકલોગની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જુના લાયસન્સની કોપી સ્કેન કરવી પડશે. જાે તમારે ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવી હોય તો પ્રથમ વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ ઓનલાઇન સર્વિસ સિલેક્ટ કરવું. ત્યારબાદ ડ્રાયવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસિસ પર જાઓ. સિલેક્ટ સ્ટેટ કર્યા બાદ એપ્લાય ઓનલાઈન કરો. સર્વિસ ઓન ડ્રીવિંગ લાયસન્સ સિલેક્ટ કરો. એન્ટર ડીએ નંબર એન્ડ ડેટ ઓફ બર્થ એન્ટર કરો. ફિલ અપ બેકલોગ ફોર્મ અને એપ્લીકેશન સબમિટં કરો. આ રીતે આખી પ્રોસેસથી તમે ઘરેબેઠા લાયસન્સનું બેકલોક કરી શકો છો. રાજ્યની આરટીઓ ઓફિસોમાં એજન્ટ રાજ પુર્ણ કર્યા બાદ આરટીઓમાં લોકોને ધકકા ખાવા ન પડે તે માટે બેકલોગની કામગીરી પણ ઓનલાઇન કરવામા આવી છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાથી લોકોનો સમય પણ બચશે.

 

 

NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button