હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા જીલ્લા કક્ષા ના કાર્યાલય હિંમતનગર ખુલ્લું મુકાયું
હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા છેલ્લા કેટલાય સમયથી અવિરત પણે જરૂરતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવે છે સંગઠન ની અલગ અલગ ટીમો અલગ-અલગ સેવાઓ હિંમતનગર શહેર તેમજ સાબરકાંઠા જિલ્લામાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે સંગઠનના પાયાના કાર્યકરો દ્વારા અથાગ પ્રયત્નો થકી આજે સંગઠન મજબૂત બન્યું છે હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા જિલ્લા કક્ષાનું કાર્યાલય હિંમતનગર શહેરના દુર્ગા બજારમાં કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું કાર્યાલય ના જગ્યાના દાતા રાજેન્દ્રસિંહ ચાવડા સંતો અને મહંતો દ્વારા કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઊપસ્થિત મહેમાન હિંમતનગર ના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નિરંજન અખાડા મહાકાલી મંદિર બેરણા ના સચિન ગીરી મહારાજ, બીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી મંગળ પુરુષ, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલ મુની સ્વામી, જુનાગઢ હનુમાન મંદિર ના મુરલી દાસજી મહારાજ, કાટવાડ શનિદેવ મહારાજ મંદિરના સના રામ મહારાજ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા ટીમ ની કામગીરી નહી સંતોની મહંતોએ પણ બિરદાવી હતી હતી અને બીજી તરફ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા પણ સેવાકીય કામગીરી ને પ્રશંસનીય ગઈ હતી હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા મંચ પર બિરાજમાન સંત-મહંત અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સંગઠનના ઉત્તર ગુજરાત ના અધ્યક્ષ ભુગુંવેન્દ્રસિંહ કુંપાવતે નવા નિમણૂક કાર્યકરોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને સંગઠન શેરીએ-શેરીએ અને ગામડે ગામડે મજબૂત બને તે માટે સંગઠનમાં જોડાવા અપીલ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠાના તમામ કાર્યકરોએ રાત દિવસ એક કરી પોતાની નૈતિક ફરજ સમજી કામગીરી કરી હતી, કાર્યક્રમ પૂર્ણ થયાના આરે કાર્યાલય જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું,
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/