ડાંગ જિલ્લા થોડા સમય પહેલાં ભાજપા સંગઠનની રચનામાં ડાંગ ભાજપાનાં જુના જોગી નેતાઓની બાદબાકી કરાતા આ આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી
ડાંગ ભાજપાનાં પ્રભારી અશોકભાઈ ધોરાજ્યાનો સોશિયલ મીડિયાનાં ગ્રુપોમાં હુરયો બોલાવતા જિલ્લાનાં રાજકારણમા ખુદ ભાજપી અગ્રણીઓ એજ ચહલ પહલ મચી દીધી હતી .
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતર માંજ ગુજરાત ચૂંટણી આયોગે ગુજરાત મા મહાનગર પાલિકા – નગર પાલિકા સહીત જિલ્લા / તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા સત્તાવાર જાહેરાત કરાતાં તેમા ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયત ની ચૂંટણી પણ તેની સાથે જ યોજાનાર હોય ડાંગ રાજકારણ મા પણ મોટો હૂપાહો થઈ ગયો છે જેમાં કોંગ્રેસ માથી ભાજપા મા આયાતી થયેલ કોંગ્રેસ ના નેતાઓ ભાજપામા જોડાઈ જતાં તેઓ પોતપોતાની જિલ્લા / તાલુકા બેઠકો પર ભાજપા ના સીમ્બોલ ની ટિકિટ માંગી રહેતાં ખુદ ભાજપા નાજ સ્થાનિક નેતાઓ ને ટિકિટ નહીં મળવાના એંધાણ આવતાં ભાજપા ના જ સ્થાનિક નેતાઓના કાર્યકર્તાઓમા રોષની લાગણી વ્યાપી ગઈ છે કારણ થોડા મહિના આગળ જ ભાજપાનાં અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલને કમાન સોંપતા ભાજપા પાર્ટી સંગઠનમાં નવા પરિવર્તન જોવા મળી રહ્યા હતા. તેમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ થોડા દિવસ પૂર્વે રાજ્યનાં દરેક જિલ્લાઓમાં ભાજપા સંગઠન પ્રમુખ,ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી અને કોષાધ્યક્ષ સહીતનાં પદોને લઈને નિમણૂક કરાઈ હતી અને જેમાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં પ્રમુખ,મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષનાં પદોનાં નિમણૂક બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.ડાંગ જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી ભાજપા પાર્ટી સાથે જોડાયેલા અને પાયાનાં આગેવાનોની સંગઠનમાં ધરાર અવગણના કરી નવા નિશાળયાઓને હોદ્દાઓ આપવામાં આવતા જુના જોગી આગેવાનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.આજરોજ ડાંગ જિલ્લા ભાજપાનાં 30 થી વધુ આગેવાનોએ ભેગા મળી ડાંગ ભાજપાનાં પ્રભારી અશોકભાઈ ધોરાજીયાનો હૂરયો બોલાવ્યો હતો.ડાંગ ભાજપાનાં આગેવાનોએ પ્રભારી અશોકભાઈ ધોરાજીયા ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અશોકભાઈ ધોરાજીયા ડાંગ ભાજપનાં કાર્યકર્તાઓમાં ભાગલા પાડી રાજકારણ કરી રહયા છે.જેથી આવા પ્રભારીને ડાંગ જિલ્લામાંથી બહાર કરવામાં આવે.અને સ્થાનિક કક્ષાએ પાર્ટી સંગઠનનું પ્રતિનિધિત્વ આપવામાં આવે.ડાંગ ભાજપાનાં જુના જોગી આગેવાનોએ આજરોજ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ,મંત્રી ગણપતભાઈ વસાવા,ડાંગ ભાજપા પ્રમુખ દશરથ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલને સંબોધીને આ અન્યાય અંગેનો નારાજગીનો સુર વ્યક્ત કર્યો હતો.સાથે ડાંગ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા અને ભાજપાનાં આગેવાન સુરેશભાઈ ચૌધરી અને રમેશભાઈ ગાન્ગૂર્ડા તેમજ તમના સમર્થકો દ્વારા મોટી સંખ્યામા આહવા ખાતે એકત્રીત થઈ નારાજગીનો સુર સોશિયલ મીડિયા મારફત કરતા ડાંગ જિલ્લા ભાજપામાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો,અહી ઘણા લાંબા અરસા બાદ ડાંગ ભાજપા પક્ષનો સોશિયલ મીડિયામાં નારાજગીનો સુર બહાર આવતા ડાંગ જિલ્લાના રાજકારણમાં ચહલ પહલ જોવા મળી હતી.
ડાંગમા મહામંત્રી,મંત્રી,ઉપપ્રમુખ અને કોષાધ્યક્ષનાં પદો આપવામા સ્થાનિક આદિવાસી નેતાઓની બાદબાકી કરી તેની જગ્યાએ અન્યો ને ઘણું મહત્વ આપવામાં આવેલ હોવાનુ કહીં નારાજગી વ્યાપી હતી જોકે કદાચ ડાંગ ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા જોડે જુના જોગી આગેવાનોનો વ્યક્તિગત અણબનાવ હોઈ શકે. પણ હાલ જ્યારે જિલ્લા / તાલુકા પંચાયતો ની ચૂંટણીઓ જાહેર થતાંજ ડાંગ પંથકમા ડાંગ ના સ્થાનિક નેતાઓના કાર્યકર્તાઓમા ભાજપા ની ટિકિટ એમનાજ સમર્થક નેતાઓ ને મળે તેમાટે ધૂમપછાડી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષને હાલે ઉમેદવાર પણ માળવા મુશ્કીલ છે તેમ ચર્ચાઈ રહેલ છે ત્યારે આવનાર સમય મા ડાંગ જિલ્લા પંચાયત અને સુબિર ‘ વઘઈ , અને આહવા
આ ત્રણે તાલુકા પંચાયતોની ચૂંટણીમા આમ આદમી પાર્ટી ની પણ એન્ટ્રી થઈ રહી છે ત્યારે કઈ પાર્ટી માથી કયો નેતા પાર્ટી ટિકિટ નહીં મળતાં કયા પક્ષમાં જોડાઈ ચૂંટણી લડશે ? તે હાલ કહેવુ પણ મુશ્કેલ છે .
લેખરાજ સામનાની
આહવા ડાંગ
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in