નંદેસરી ની PAB ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની ની ગંભીર બેદરકારી! ઝેરી ગેસ લાગતા કોન્ટ્રાકટ કામદાર નું મોત!
નંદેસરી ઔદ્યોહિક વસાહત માં અવારનવાર અનેક કેટલીય કંપનીઓ માં નાના મોટા બનાવ બન્યા કરે છે, તેવામાં આજે વહેલી સવારે પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી GIDC માં આવેલ PAB ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ઝેરી ગેસ લાગતા એક યુવક કર્મચારી નું મોત નીપજ્યું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આલોક પાલ નામના 24 વર્ષીય કામદાર જે મહેશ સેંગાર ના કોન્ટ્રાકટ માં કામ કરતો હતો , આ કામદાર આજે વહેલી સવારે પ્લાન્ટ નંબર 2 માં ટોયલેટ માટે ગયો હતો, આ સમય માં પ્લાન્ટ માં અસલામતી બેદરકારી ના લીધે ઝેરી ગેસ લીકેજ થયેલ હતો, આ ઝેરી ગેસ આ આલોકપાલ નામના કામદાર ના શ્વાસ માં જતા ની સાથે આલોક પાલ ટોયલેટ માં જ ઢળી પડ્યો હતો, ઘટના ની જાણ સાથી કામદારો ને થતા આલોક પાલ ને પ્લાન્ટ માંથી બહાર કાઢ્યો, તેને સારવાર અર્થે છાણી ખાતે ની પ્રાઇવેટ હોસ્પિટલ માં લઇ ગયેલ, જ્યાં આ કામદાર ને ડોકટરે મૃત જાહેર કરેલ,
(મૃતક આલોક પાલ)
“અમારી ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર દ્વારા કંપની ના મેનેજર અને કોન્ટ્રાકટર સાથે વાત કરતા તેઓ સમગ્ર ઘટના દબાવવા માટે આ કામદાર નું હાર્ટ અટેક થી મોત થયાનું જણાવ્યું હતું, જો કે રિપોર્ટર એ સવાર કર્યો હતો કે આ કામદાર નો પોસ્ટ મોર્ટન રિપોર્ટ નથી આવ્યો છતાં આપ કઇ રીતે કહી શકો કે 24 વર્ષીય યુવાન કામદાર નું હાર્ટ અટેક થી જ મોત થયું હશે, આ સાંભળી ને મેનેજરે થોડી વાર માં પાછો ફોન કરું એમ જણાવી ફોન મૂકી દીધો હતો.”
કંપની અને કોન્ટ્રાકટર ની બેદરકારી થી 24 વર્ષીય કામદાર આલોકપાલ ના મોત થયું છે પરંતુ કંપની સત્તાધીશો અને કંપની કોન્ટ્રાકટર આ ઘટના ઉપર પડદો પાડવાની કોશિશ કરતી હોય તેમ દેખાઈ રહ્યું છે,
શુ મૃતક કામદાર ના પરીવાર ને કોઈ વળતર આપવામાં આવશે??
વધુ માં નંદેસરી ના આ PAB ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આજથી આશરે 6 મહિના પહેલા જુલાઈ 2020 માં એક કોન્ટ્રાકટ કામદાર કંપની ની બેદરકારી ના લીધે ગંભીર રીતે દાજયો હતો, અવારનવાર આવા ગંભીર બનાવ આ કંપની માં બન્યા કરે છે, આ એક તપાસ નો વિષય બન્યો છે,
આર્યનસિંહ ઝાલા / ધર્મપાલ ગોહિલ
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA