જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં સતત ચોરી ના બનાવ! વધુ 2 ચોરી ! જોવો CCTV
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં સતત ચોરી ના બનાવ! વધુ 2 ચોરી ! જોવો CCTV
એક મહિના ના અંતર માં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં 6 થી 7 ચોરી ના બનાવ!
આજે વહેલી સવારે કોયલી ખાતે આવેલ શિવમ રેસિડેન્સી માં વધુ એક ચોરી નો બનાવ બન્યો, શિવમ રેસિડેન્સી માં આજથી થોડા મહિના પહેલા જ 2 બાઈક ની ચોરી થયેલ તે ચોર નો પત્તો હજુ પોલીસ ને મળ્યો નથી , અને એક મહિના ના અંતર માં બીજો ચોરી નો બનાવ આ શિવમ રેસિડેન્સી માં બન્યો, વારંવાર જવાહરનગર પોલીસ ને તસ્કરો ચેલેંગ ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે, સમગ્ર ચોરી CCTV માં કેદ થયા,
આજે વહેલી સવારે કોયલી પોલીસ ચોકી થી 200 મિટર ના અંતર મા આવેલ શિવમ રેસિડેન્સી માં ચોરી થઈ, ચોરો એ 2 બાઈક સહિત એક ઘરફોડ કરી, શિવમ રેસિડેન્સી ના બંધ ઘર માંથી રોકડા 15 હજાર અને સોકેશ માં મુકેલ એન્ટિક વસ્તુ ની ચોરી કરી,
ડિસેમ્બર2020 માં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માં એક સાથે 7 દુકાનો સહિત 2 શોરૂમ ના તાળા ચોરો એ તોડ્યા હતા અને લાખો નો મુદ્દામાલ ચોરી ગયા હતા, આ ચોરો ને પકડવા સ્થાનિક પોલીસ પ્રયત્નો કરી રહી હતી અને ખેડા જિલ્લા માં એક ચોરી ના બનાવ માં આ ચોરો ને ખેડા જિલ્લા પોકીસે પકડી પાડ્યા હતા !
આ ચોરી ના બનાવ એ સમગ્ર પંથક માં ચર્ચા મચાવી છે, એક મહિના ના અંતર માં ફરી ચોરી થતા એક વાર ફરી જવાહરનગર પોલીસ સ્ટેશન ના રાત્રી પેટ્રોલિંગ પર સવાલ ઉભો થયો, વધુ માં પ્રાપ્ત વિગત અનુસાર વધુ માં કોયલી ખાતે આવેલ અવધ વિહાર સોસાયટી માં પણ એક ઘર ના તાળા ચોરો દ્વારા તોડવામાં આવ્યા હતા,
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/