આરોગ્યગુજરાતરાજકારણ

ટીમ રિવોલ્યુશન સંસ્થા ના સભ્ય સ્વેજલ વ્યાસે એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા, અને વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી,

ટીમ રિવોલ્યુશન સંસ્થા ના સભ્ય સ્વેજલ વ્યાસે એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા, અને વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી,

વડોદરા શહેરમાં ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે આજે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી નોધાવી, તેઓ એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા લઇને નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

વડોદરા શહેરમાં ચાલતી ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસને વોર્ડ નં-8ના 3 હજાર પરિવારોએ એક-એક રૂપિયો આપ્યો હતો અને આમ 3 હજાર સિક્કા ભેગા કરીને સ્વેજલ વ્યાસ , પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વડોદરાના નર્મદા ભવન ખાતે પહોંચ્યા હતા અને પોતાની ડિપોઝિટ પેટે 3 હજાર સિક્કા જમા કરાવ્યા હતા. સ્વેજલ વ્યાસે ત્રણ હજાર રૂપિયા રોકડા ટેબલ પર મૂકતા જ ત્યાં હાજર અધિકારીઓ સહિત લોકો અચંબામાં મૂકાઇ ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ દ્વારા સ્વેજલ વ્યાસને ટીકીટ આપવામાં આવશે તેવી અટકળોએ સ્થાન લીધું હતું. જો કે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ દ્વારા ટીકીટ અંગે ફોડ ન પડાતા ફોર્મ ભરવાના આખરી દીને સ્વેજલ વ્યાસે વોર્ડ નંબર – 8 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવા માટે પહોંચેલા સ્વેજલ વ્યાસે ડીપોઝીટના પેટે ભરવાના ત્રણ હજાર રૂપિયા રૂ. 1 ના સિક્કા જમા કરાવ્યા હતા.

ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા 12 વર્ષથી અમારી ટીમ રિવોલ્યુશન કામ કરી રહી છે. શહેરમાં રોડ, રસ્તા, ગટર અને માં કાર્ડ સહિતની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે કાર્યરત છે. સંઘર્ષ, આંદોલન અને ધરણા કર્યાં છે. વધુ માં સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે કોરોના ના કહેર માં જ્યારે લોકડાઉન હતું તે સમયે અમારી ટીમ સતત કાર્યરત રહીને જનતા ની સેવા કરતી રહી છે, કોઇ પણ પક્ષનો ટેકો લીધા વિના અમે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ટીમ રિવોલ્યુશનના સભ્ય સ્વેજલ વ્યાસે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી કરી હતી વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયાથી ડિપોઝિટ જમા ભરી તેનું ગર્વ છે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી સાથે મોટી મોટી ગાડીઓમાં કરોડપતિ ઉમેદવારો ફોર્મ ભરતા હતા, પરંતુ અમને ગર્વ એ વાતનો છે કે, અમે વિસ્તારના 3 હજાર પરિવારોના વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયો લઇને અમે ડિપોઝિટ જમા કરાવી છે. અમે આવનાર સમયમાં વડોદરાના હિત માટે કામ કરીશું.

NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button