નંદેસરી ઔદ્યોગિક વસાહત માં આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની ના એક યુનિટ માંથી કેમિકલ યુક્ત દૂષિત પ્રવાહી ખુલ્લી ગટર માં છોડવામાં આવ્યું
ઉદ્યોગ જગત માં આગવી ઓળખાણ ધરાવનાર શિવલાલ ગોયલ ની અનેક કંપનીઓ નંદેસરી GIDC માં આવેલ છે, તેમાંની અવારનવાર ચર્ચા માં આવનાર પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની ફરી વિવાદ માં આવી છે,
પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની ઉપર પ્રદુષણ ફેલાવવા ના મામલે અનેક સવાલો ઉભા થયા છે, ભૂતકાળ માં અનેક સામાજિક સંગઠનો અને સ્થાનિકો પાનોલી કંપની વિરુદ્ધ પ્રદુષણ મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં ફરિયાદ કરી ચુક્યા છે, તો પણ હંમ નહીં સુધરેંગે ની નીતિ સાથે આજે વહેલી સવારે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની ના એક યુનિટ માંથી કેમિકલ યુક્ત પ્રવાહી વરસાદી ઘટર માં છોડવામાં આવ્યું હતું, કેમિકલ પ્રવાહી ગટર માં છોડતા દુર્ગંધ ફેલાઈ હતી, સ્થળે તાત્કાલિક અમારી ચેનલ ના કેમેરામેન પોહચી જતા, તાત્કાલિક ધોરણે પાનોલી કંપની ના માણસો દોડતા થયા હતા, અને દેખાડો કરવા મોટર અને પાઇપ મૂકી કેમિકલ પ્રવાહી પાછું કંપની માં લેવામાં પ્રયત્નો કર્યા, પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ દ્વારા સમગ્ર ઘટના ની ફરીયાદ વડોદરા GPCB માં કરવામાં આવી,
સ્થાનિકો ના આક્ષેપ પ્રમાણે મીની નદી પ્રદુષિત કરવામાં સૌથી મોટો હાથ પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની નો છે, આ કંપની દ્વારા અવારનવાર પ્રદુષણ ફેલાવીને સ્થાનિકો અને પશુ પક્ષીઓ ના જીવ સાથે સીધા ચેડાં કરવામાં આવી રહ્યા છે, વધુ માં આ કંપની ના માલિક દ્વારા કેટલાય ગરીબ ખેડૂતો ની જમીનો પચાવી પાડવામાં આવી છે, ખેડૂતો જમીનો વગર નિરાધાર બન્યા છે,
વધુ માં પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માંથી નીકળતો કેમિકલ વેસ્ટ સ્લજ ક્યાં જાય છે તે તપાસ નો વિષય બન્યો છે?
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA