છોટાઉદેપુર નગરનાં સ્ટેશન વિસ્તારમાં બનતા બ્રિજ રહેનાંકિત વિસ્તારની ઉપર બનાવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો
છોટાઉદેપુર – બારીયા રાજ્ય ધોરીમાર્ગ ઉપર રેલ્વે ફાટક માનવ રહિત કરી કાયમી બંધ કરવામાં આવતા હવે આ જગ્યાએ ઓવરબ્રિજ રેલ્વે વિભાગ તથા છોટાઉદેપુર જાહેર બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યુછે રેલ્વે વિભાગ દ્વારા તેઓની માલિકીની જગ્યામાં બ્રિજ બનાવી નાખ્યો છે અને જાહેર બાંધકામ દ્વારા ગતરોજ ૫ ફેબ્રુઆરીથી કામ નો આરંભ કરવામાં આવ્યોછે પરંતુ કામ શરુ કરતાજ સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જાહે બાંધકામ વિભાગ પાસે આશરે 30 ફૂટ જેટલો જાહેર માર્ગ જુનો છે અને રોડની ઉત્તર દક્ષીણે મકાનો આવેલા છે ત્યારે રસ્તાની મધ્યમાં બ્રિજ બનાવવાને બદલે ઉત્તર વિભાગમાં આવેલા રહેનાંકિત મકાનોની ઉપર બ્રિજ બનાવવામાં આવનાર છે અને રહેનાંકિત મકાનોને ઈરાદા પૂર્વક બાનમાં લેવામાં આવતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારત થઈ ત્યારે કોઈ વાહન સીધું મકાન ઉપર પડે તેરીતે બ્રિજ બનાવવવામાં આવી રહ્યોછે ખરેખર જાહેર માર્ગ અને એની આસપાસ પચાસ ફૂટ ઉપરાંત જગ્યા છે તો બ્રિજ મધ્યમાં બનાવવામાં આવે તો હાલમાં કે ભવિષ્યમાં કોઈ મકાનને નુકશાન થાય તેમ નથી સ્થાનિકોનો જણાવ્યુ હતું કે તેઓ જાહેર બાંધકામ વિભાગ બ્રિજ બનાવે તેમા સહમત છે સંપૂર્ણ સહયોગ આપીશું તેમ જણાવ્યુ હતું પરંતુ રહેનાંકિત મકાનોની ઉપર બ્રિજ બનાવી રહ્યાછે જેથી સ્થાનિકોનો આ કચેરી સામે ઉગ્ર રોષ છે અને તે બાબતે એક્જીક્યુટીવ એ આર રાઠ્વાને આવેદન આપી મકાનોથી થોડે દૂર બ્રીજ્નૉ ઉપરનો ભાગ બને તેવી માંગ કરી છે જે બાબતે સરકાર અને અમારી કચેરી જાહેર જનતાને સહયોગ આપશે તેમ જણાવ્યું હતું
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/