જવાહરનગર પોલીસ સ્ટેશન માં અટકાયત કરેલા વ્યક્તિ નું મોત ! પોલીસે માર મારતા મોત થયું હોવાના પરિવાર ના આક્ષેપ!
વડોદરા ના બાજવા જલારામ નગર માં રહેતા મહેન્દ્રભાઈ સોમાભાઈ પઢીયાર જમીન ના દલાલી નો ધંધો કરતા હતા, ગત મોડી રાત્રી એ બાજવા કરચિયા રોડ પર આવેલ ગીરીરાજ ફ્લેટ માં મહેન્દ્ર ભાઈ ને કોઈ પંચાલ નામના ઈસમ સાથે બોલાચાલી થયેલ, તો પંચાલ એ તેના ફ્લેટ ની બાજુમાં રહેતા ઈસમ ના મોબાઈલ ઉપર થી 100 નંબર પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરેલ, સ્થાનિક જવાહનગર પોલીસ સ્થળે પોહચી મોળી રાત્રે મહેન્દ્રભાઈ પઢીયાર ની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવ્યા હતા, મહેન્દ્ર ભાઈ ની અટકાયત ની જાણ તેઓના પરીવાર ને નહીં કરવામાં આવેલ, રાત્રે મહિન્દ્રાભાઈ ને પોલીસ દ્વારા લોકઅપ માં રાખવામા આવેલ હતા,
સુત્રો દ્વારા મળતી માહિતી આધારે આજે વહેલી સવારે મહેન્દ્રભાઈ પઢીયાર ને બાજવા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ડોકટર એ મહેન્દ્ર ભાઈ બેશુદ્ધ હાલત માં જોઈ તપાસ કરતા તેઓ મૃત જણાઈ આવેલ, પોલીસ ના કહેવા પ્રમાણે અટકાયત કરેલ મહિન્દ્રા ભાઈ ને અટેક આવતા તેઓ નું મોત નીપજ્યું હતું, અને પરિવાર ના આક્ષેપ પ્રમાણે મહિન્દ્ર ભાઈ ને પોલીસ દ્વારા ગડદાપાટુ માર મારેલ અને તેઓનું લોકઅપ માં મોત થયેલ, પોલીસ એ અમને જાણ નથી કરી, મૃતદેહ ને બાજવા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ, ત્યાંથી પોસ્ટમોર્ટન માટે વડોદરા ની SSG હોસ્પિટલ લઈ ગયેલ, મૃતદેહ નોં કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે હવે પોસ્ટમોર્ટન માં સત્ય બહાર આવશે,
પરિવારે ઘર નો મોભી ગુમાવતા સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો કરેલ મૃતક ના પરિવારે જવાહરનગર પોલીસ વિરુદ્ધ હત્યા કરી હોવાના આક્ષેપ કરેલ, વધુ માં પોલીસે મૃતક નું પાકીટ અને મોબાઈલ પણ પરીવાર ને આપેલ નથી,
એક તરફ પોલીસ જણાવી રહી છે કે મૃતક ને હાર્ટ એટેક આવતા તેઓ નું મોત નીપજ્યું છે, તો બીજી તરફ પરીવાર એ એવા આક્ષેપ કરેલ કે પોલીસ રાત્રે લઈ ગઈ અને અમને જાણ પણ નથી કરી અને સવારે મોત થતા અન્ય મિત્રો દ્વારા જાણ કરવામાં આવી હતી, પરિવાર એ આક્ષેપ કર્યા હતા કે પોલીસે માર મારી મહેન્દ્રભાઈ ને કસ્ટડી માં જ મારી નાખ્યા છે!
સમગ્ર ઘટના ની જાણ થતાં ની સાથેજ વડોદરા પોલીસ ના ઉચ્ચ અધિકારી જવાહનગર પોલીસ મથકે પોહચ્યા હતા, અને સમગ્ર ઘટના ના CCTV ફૂટેજ મેળવ્યા હતા,
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ફતેગંજ પોલીસ સ્ટેશનના બહુ ચર્ચિત બાબુ શેખ કસ્ટડીયલ ડેથમાં CIDને તપાસ સોંપ્યા બાદના 2 વર્ષ બાદ પણ હત્યાના નક્કર પુરાવા મળ્યા નથી. ત્યારે હવે જવાહરનગર પોલીસ મથક માંથી કસ્ટડીયલ ડેથનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/