જવાહરનગર પોલીસ વિરુદ્ધ ઉઠેલા કસ્ટડીયલ ડેથના બનાવ માં વળાંક, પ્રેમ પ્રકરણ માં મોત નિપજ્યા નું બહાર આવ્યું, જાણો સંપૂર્ણ વિગત.
ગત રોજ વહેલી સવારે જવાહરનગર પોલીસ એક ઈસમ ની 151 કલમ હેઠળ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ આવેલ, વહેલી સવારે તે વ્યક્તિ ને છાતી ના ભાગે દુઃખાવો થતા તેને સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યાં હાજર ડોકટરે તે ઈસમ ને મૃત જાહેર કરેલ, પોલીસ દ્વારા મૃતક ના પરીવાર ને સંપર્ક કરી બાજવા સરકારી હોસ્પિટલ બોલાવેલ, પરીવાર તાત્કાલિક હોસ્પીટલ ખાતે પોહચ્યો હતો, તેમને મૃતક ના શરીર ઉપર ઇજા ના નિશાન જોતા ની સાથે જ જવાહરનગર પોલીસ વિરુદ્ધ માર મારી નાખવાના આક્ષેપો કર્યા હતા,
સોમવારે મોડી રાત્રે આશરે 1:30 ની વાગ્યા ની આસપાસ જવાહરનર પોલીસને વર્ધી મળી હતી કે, બાજવા કરચીયા રોડ પરના ગીરીરાજ ફ્લેટમાં એક અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસની પીસીઆરવાન તાત્કાલીક સ્થળ પર પહોંચી મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારની અટકાયત કરી હતી. આ મામલે મહેશ જનકભાઇ પંચાલે અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસે સીઆરપીસી 151 મૂજબ મહેન્દ્ર સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન સવારે 6-40 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં રહેલા મહેન્દ્ર પઢીયારે ગભરામણ થતી હોવાની પોલીસને ફરીયાદ કરી હતી. પોલીસે PCR વાન માં મહિન્દ્રભાઈ ને બેસાડી સારવાર માટે બાજવા સરકારી હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં હજાર તબીબે તેઓને મૃત જાહેર કરેલ, સવારે મૃતક ના પરિવાર જનો એ પોલીસ સામે માર મારી મારી નાખવાના આક્ષેપો કર્યા હતા, આ સમગ્ર ઘટના ની તપાસ દરમિયાન સમગ્ર મામલાની તપાસ બી-ડીવીઝનના એ.સી.પી બકુલ ચૌધરીએ સંભાળી લીધી હતી. પોલીસ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ ના જણાવ્યા અનુસાર કોઇ પણ પ્રકારની ક્ષતિ જણાઇ આવી ન હતી. જોકે મૃતકના શરીરી ઉપર માર માર્યાના નિશાન હતા. જેથી પોલીસ દ્વારા ગીરીરાજ ફ્લેટ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં રહેતા લોકો ની એક પછી એક પુછપરછ માં મોટો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા દ્વારા ગીરીરાજ ફ્લેટમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, મૃત થયેલા મહેન્દ્ર પઢીયાર અને ગિરિરાજ ફ્લેટ માં મહેશ પંચાલની પત્ની વચ્ચે અનૈતિક સબંધો હતા. જેથી મહેન્દ્ર અવાર નવાર મહેશની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો. તેવામાં સોમવારે મોડી રાત્રે મહેશ નોકરી પર હોવાથી ની જાણ થતાં મહેન્દ્ર તેના ઘરે પહોંચ્યો હતો. જોકે મહેશ ને શંકા જતા ઘરે આવી પહોંચતા મહેન્દ્ર અને પોતાની પત્નીને ઘરમાં એક સાથે જોતા મહેશ પંચાલ વિફર્યો હતો. જેથી મહેશએ મહેન્દ્રને આડેધડ માર માર્યો તેમજ કપડા ધોવાના ધોકાથી અને રસોડા ની શાણસી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આમ પોલીસ અધિકારીની તપાસમાં સ્પષ્ટ થયુ કે મહેન્દ્ર નું મોત મહેશ પંચાલ ના માર મારવાથી થયું છે,
આ સમગ્ર ઘટના ની ગીરીરાજ ફ્લેટ ના રહીશો ની પુછપરછ કરવામાં આવી અને સમગ્ર સત્ય બહાર આવ્યું,
પ્રેમિકા ના પતી મહેશ પંચાલે એ માર મારતા મહેન્દ્ર નું મોત નીપજ્યું!
આ મામલે જવાહરનગર પોલીસે મહેશ પંચાલ વિરૂધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/