નંદેસરી ની સ્વાતિ કલોરાઈડ કંપની ની બેદરકારી થી કામદાર નું મોત !
નંદેસરી ઔદ્યોગિક વસાહત માં અનેક કેમિકલ કંપનીઓ આવેલી છે, ઘણી કંપનીઓ માં સલામતી ના અભાવે અવારનવાર કામદારો સાથે અનેક ઘટના ઘટ્યા કરે છે,
ગત રોજ બપોર ના સમયે જગદીશભાઈ રમેશભાઇ પરમાર સ્વાતી કલોરાઈડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના પ્લાન્ટ માં કામ કરી રહ્યા, તે દરમિયાન કામ કરતા કામદાર ના ઉપર થી પસાર થતી કલોરાઈડ ની પાઇપ તૂટતા કામદાર ના પાછળ ના ભાગે જ્વલનશીલ કેમિકલ પડતા કામદારે ઉપર ની તરફ જોયું હતું, તે દરમિયાન વધુ જ્વલનશીલ કેમિકલ પડતા કામદાર ગંભીર રીતે દાજયો હતો, અને જ્વલનશીલ કેમિકલ કામદાર ના શરીર માં પણ ગયું હતું, જેથી દાઝેલ કામદાર ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યાં હાજર તબીબે કામદાર ને મૃત જાહેર કરેલ, કામદાર નંદેસરી ના વતની હતા અને તેઓનું નામ જગદીશભાઈ રમેશભાઇ પરમાર હતું, સ્થાનિક કામદાર ના મોત ના સમાચાર સાંભળતા ની સાથે પરીવાર જનો અને સ્થાનિકો એ કંપની પર હોબાળો મચાવ્યો હતો,
સ્વાતિ કલોરાઈડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની બેદરકારી ના લીધે એક કામદાર નું મોત નીપજ્યું !
કામદાર ના મૃતદેહ ને પોસ્ટમોર્ટન માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ, નંદેસરી એસ્ટેટ માં અવારનવાર બની રહેલા ગંભીર બનાવ પગલે સેફટી ડિપાર્ટમેન્ટ અને પોલ્યુશન કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ક્યારે કાયદાકીય પગલાં લેશે??
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/