આર્થિક તંગી થી વડોદરા માં એકજ પરિવાર નો સામુહિક આપઘાત, પરિવાર ના 6 સભ્યો એ ઝેરી દવા પીધી , 3 ના મોત
વડોદરા ના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના 6 લોકોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર એક જ પરિવારના 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારની ત્રણ મહિલા, એક બાળક અને 2 પુરૂષોએ જીવન ટુંકાવના પ્રયાસને પગલે હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે. 5 પુરુષ મહિલાઓ સહિત 1 બાળક નો સમાવેશ, 3 લોકોના સ્થળે મોત થયું અને 3 લોકો ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, સામુહિક આપઘાત કરનાર સોની પરિવાર ઇમિટેશન જવેલરી નો વ્યવસાય કરતા હતો, ઠંડા પીણાં માં પેસ્ટીસાઈડ મિલાવી કર્યો આપઘાત, પરીવાર ના મોભી ની દોઢ વર્ષ થી દુકાન બંધ થતાં હાલત કફોડી થઈ હોવાનું અનુમાન,
સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે
વડોદરાના સોની પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. જેમાં 3 હાલ સારવાર હેઠળ છે. તેઓ જે ઘરમાં રહેતા હતા તે શિવશક્તિ બંગલોમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો.
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/