ઘરે વોટ્સએપ લોકેશન મોકલી, ડભાસા(પાદરા) ના 20 વર્ષીય યુવાને સિંધરોટ મહીસાગર બ્રિજ ઉપર થી નદી માં જંપલાવ્યું,
પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 04/03/2021 ના રોજ બપોરે 12 વાગ્યા ની આસપાસ ડભાસા(પાદરા) ઘરે થી 20 વર્ષીય યુવાન નીકળ્યો હતો, વ્યવસાયિક સ્થળે થી ઠપકો આપ્યો અને સાથે સાથે ઘરેથી આ નજીવી બાબતે ટોકતા યુવાન ને દિલ પર લાગી આવતા આત્મહત્યા કરી લીધી, યુવાન 12 વાગ્યા ની આસપાસ ઘરે થી નીકળી ઉમેટા મહીસાગર નદી ના બ્રિજ ઉપર પોહચ્યો હતો, બરોડા વિસ્તાર માં યુવાન પોહચી નજાને કોને મળ્યો હશે અને પાછો 5 વાગ્યા ની આસપાસ ઉમેટા સિંધરોટ મહીસાગર નદી ના બ્રિજ ઉપર પોહચ્યો હતો, અને ત્યાંથી ઘરે વોટ્સએપ થી લોકેશન મોકલી મહીસાગર નદી માં જંપલાવી આત્મહત્યા કરી હતી, ઘરે થી કેયલાય ફોન અને મેસેજ કરવા છતાં યુવાને આત્મહત્યા કરવાનો નિર્ણય ના બદલ્યો,
20 વર્ષીય એકના એક દીકરા ના આત્મહત્યા ના સમાચાર મળતા સમગ્ર પરિવાર ઉપર જાણે આભ ફાટી નીકળ્યું હોઈ. પરીવાર ના સભ્યો ને જાણ થતાં ની સાથે મહીસાગર નદી ના ઉમેટા-સિંધરોટ ના બ્રિજ ઉપર દોડી આવ્યા હતા, ફાયર વિભાગે અને સ્થાનિક તરવૈયાએ મૃતદેહ શોધવા 28 કલાક મહેનત કરી છતાં મૃતદેહ મળ્યો નહતો, પ્રાપ્ત વિગત અનુસાર આત્મહત્યા કરનાર 20 વર્ષીય યુવાન તુષારભાર રાજેન્દ્રભાઈ પારેખ વડોદરા ના સન ફાર્મા રોડ ઉપર સલૂન ની દુકાન માં કામ કરતો હતો ત્યાંથી તેને ઠપકો મળ્યો હતો અને સાથે સાથે ઘરે થી પણ નજીવી બાબતે ઠપકો મળતા યુવકે આત્મહત્યા કરી લીધી,
આ રીતે વધી રહેલા આત્મહત્યા ના બનાવ ચોક્કસ સમાજ માટે ચિંતાજનક કહેવાય,
ક્યાંક ને ક્યાંક આપણે આપણી આસપાસ માં ખરાબ પરિસ્થિતિ કે ડિપ્રેશન માંથી પસાર થઈ રહેલા માણસ ને ઓળખી નથી શકતા કે શું??
આત્મહત્યા એ કોઈ સમાધાન નથી.
વધુ માં દિવસે દિવસે નદીઓ ના પુલ(બ્રિજ) ઉપર થી આત્મહત્યા ના બનાવ વધ્યા કરે છે, તંત્ર એ આવા પુલ(બ્રિજ) ઉપર ની સાઈડ એ લોખંડ ની રેલિંગ મારી દેવી જોઈએ, જેથી અમુક લોકો ના જીવ બચાવી શકાય,
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA