આર્થિક સંકડામણ ,ઘરેલું કંકાસ એ વધુ એક નોં જીવ લીધો, બાજવા-કરચિયા ની આમ્રપાલી સોસાયટી માં રહેતા 31 વર્ષીય યુવાને આત્મહત્યા કરી,
વડોદરા ના બાજવા ના કરચિયા પાસે આવેલ આમ્રપાલી સોસાયટી ના મકાન નંબર 24 માં રહેતા અને વકીલાત (Advocate) નો અભ્યાસ કરેલ સિરીશભાઈ હસમુખભાઈ દરજી એ પોતાના જ ઘર માં રૂમ નો દરવાજો અંદર થી બંધ કરી આજ રોજ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી,
આમ્રપાલી સોસાયટી ના મકાન નંબર 24 માં રહેતા સિરિષભાઈ દરજી જે અભ્યાસ માં વકીલ નું ભણેલા હતા, અને તેઓ હાલ પ્રાઇવેટ કંપની માં સેલ્સ ડિપાર્ટમેન્ટ માં નોકરી કરતા હતા,
સોમવારે તા- 08 ના રોજ બપોર ના સમય પછી સિરિષભાઈ એ પોતાના ઘર નો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી, પ્રાપ્ત વિગત અનુસાર વધુ સમય થયો હોવા છતાં રૂમ નો દરવાજો ના ખોલતા સોસાયટી ના રહીશો અને પરિવાર ના કોઈ સભ્ય એ પોલીસ ને જાણ કરી હતી, સ્થાનિક જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પોહચી રૂમ ખોલી હતી, રૂમ નો દરવાજો ખોલતા સિરિષભાઈ દરજી ગળે ફાંસો ખાધેલી હાલત માં મળી આવેલ, તબીબે સિરિષભાઈ ને મૃત જાહેર કરેલ, સ્થાનિક પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટન અર્થે
બાજવા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ,
સ્થાનિકો ના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડા ના કારણે સિરિષભાઈ દરજી એ આત્મહત્યા કરી લીધી !
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ને ઘર માં તપાસ દરમિયાંન એક સુસાઈટ નોટ મળી આવી છે, પોલીસ આ સુસાઇટ નોટ ના આધારે વધુ તપાસ હાથ ધરશે
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/