ફાજલપુર મહીસાગર નદી માંથી એક પુરુષ નો મૃતદેહ મળ્યો, જાણો કઈ રીતે ગણતરી ની મિનિટો માં પોલીસે મૃતદેહ ની ઓળખ કરી પરિવાર ને જાણ કરી.
આજ રોજ નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી 2 મૃતદેહો મળી આવ્યા છે, નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના ચામુંડાનગર મીની નદી માંથી રનોલી ના રાજેશ કીશન ભાઈ નાયર નો મૃતદેહ મળ્યો હતો, તો બીજી તરફ ફાજલપુર મહીસાગર નદી માંથી માંજલપુર અલવા નાકા ખાતે રહેતા સુરેશભાઈ જાદવ નો મૃતદેહ મળ્યો હતો, નંદેસરી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મી હાર્દિકભાઈ વ્યાસ દ્વારા બંને મળેલ મૃતદેહો ને મીની નદી અને મહીસાગર નદી માંથી બહાર કઢાવ્યા હતા, અને બાજવા સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટન અર્થે મોકલી આપેલ, નંદેસરી પોલીસે ગણતરી ના કલાકો માં જ મૃતદેહો ની ઓળખ કરી મૃતકો ના પરિવારજનો ને ઘટના ની જાણ કરી હતી,
ફાજલપુર મહીસાગર નદી માંથી મળેલ મૃતદેહ માંજલપુર અલવા નાકા ખાતે રહેતા આશરે 48 વર્ષીય સુરેશભાઇ જાદવ નો છે, પ્રાપ્ત વિગત અનુસાર સુરેશ ભાઈ જાદવ 3 દિવસ પહેલા તેમના ઘરે થી નીકળી ગયેલ હતા, પ્રાપ્ત માહિતી અનુસાર પરિવારે રાવપુરા પોલીસ મથકે સુરેશભાઈ ના ગુમ થયાની અરજી આપી હતી, આજ રોજ નંદેસરી પોલીસ ને મહિસાગર નદી માંથી સુરેશભાઈ જાદવ નો મૃતદેહ મળી આવ્યો,
પોલીસે કઈ રીતે મૃતક ની ઓળખ કરી જાણો
ફાજલપુર મહીસાગર નદી માંથી મળેલ મૃતદેહ ના કપડાં માં તપાસ કરતા મૃતક ના ખિસ્સા માંથી એક્ટિવ ની ચાવી મળી આવી હતી, સ્થાનિકો ની મદદ લઇ પોલીસ કર્મી હાર્દિકભાઈ વ્યાસ એ આ એક્ટિવા ને ગણતરી ની મિનિટો માં ફાજલપુર મહીસાગર મંદિર પાસેથી શોધી કાઢ્યું હતું, એક્ટિવા ની ડેક્કી માં તપાસ કરતા લેબોરેટરી નો રિપોર્ટ મળી આવેલ હતો, આ રિપોર્ટ પર લખેલ નંબર પર ફોન કરતા લેબોરેટરી માંથી મૃતક ના ઘર નો સંપર્ક થયો હતો.
તો બીજી તરફ મીની નદી માંથી મળેલ મૃતદેહ ને સ્થાનિકો ની મદદ લઈ ઓળખ કરવામાં આવી હતી
આ રીતે નંદેસરી પોલીસે એક દિવસ માં ગણતરી ના કલાકો માં 2 મૃતદેહો ની ઓળખ કરી હતી,
વધુ માં મહીસાગર નદી ના બ્રિજ ઉપર થી વધતા જતા આત્મહત્યા ના બનાવ પગલે સામાજિક કાર્યકર્તા દિપકસિંહ વીરપુરા એ વડોદરા કલેકટર અને આનંદ કલેક્ટર ને આ બ્રીજો ની બંને સાઈડ લોખંડ ની રેલિંગ કે લોખંડ ની જાળી લગાવવા અરજી કરી છે, સાથે સાથે આ બ્રીજો ઉપર બંને સાઇડ CCTV કેમરા પણ લગાવવા જોઈએ તેમ જણાવ્યું હતું, જેથી આ બ્રીજો ઉપર થી વધતા જતા આત્મહત્યા ના બનાવ ને રોકી શકાય, આ બ્રીજો ઉપર રેલિંગ લાગવાથી આત્મહત્યાની સાથે સાથે નદી માં થતું પ્રદુષણ પણ અટકાવી શકાશે કારણ કે આ બ્રીજો ઉપર થી અનેક શ્રદ્ધાળુઓ પૂજા માં વપરાતો પૂંજાપો સાથે ફૂલ માળાઓ પ્લાસ્ટિક ની થેલી માં રાખીને સીધી નદી માં નાખતા હોય છે, જેથી નદીમાં પ્રદુષણ પણ થાય છે, આ બ્રીજો ઉપર લોખંડ ની જાળી લગાવવાથી કેટલાય ના જીવ બચાવી શકાશે, તંત્ર એ તત્કાલિક ધોરણે આ કાર્ય ચાલુ કરવું જોઈએ.
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/