નંદેશરી ની સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 499 વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું
નંદેસરી GIDC ની સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ કપાસિયા ના જન્મદિવસ નિમિતે સોડિયમ મેટલ કંપની દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવતો હતો, પરંતુ કોરોના ની મહામારી ના લીધે આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું મોફૂંક રાખી ને નંદેસરી GIDC ના આજુબાજુ ના વિસ્તાર માં રહેતી 499 વિધવા બહેનો આજ રોજ 499 અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
નંદેસરી ના સ્વામિનારાયણ મંદિર ખાતે અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉમદા કાર્ય માં સોડિયમ મેટલ કંપની માંથી હિરેનભાઈ શાહ અને તેઓનો સ્ટાફ હજાર રહયો હતો, સાથે સાથે ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા, નંદેસરી ના સરપંચ ગીતાબેન ગોહિલ રઢિયાપુરા ના સરપંચ હીનાબેન પઢીયાર, નંદેસરી તાલુકા પંચાયત ના સદસ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, વડોદરા જીલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ મધુબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા,
આવા અનેક સેવાભાવી કાર્યો સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવે છે,
નંદેસરી ની આજુબાજુના રૂપાપુરા,દામાપુરા,રઢીયાપુરા, નંદેસરી ગામ, અને કૃષ્ણનગર વિસ્તાર માં રહેતા વિધવા બહેનો ને આ અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું,
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/