જાણો ગુજરાત ના કયા ગામ માં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દેવાયું ! નાનકડા ગામમાં એક સપ્તાહમાં 47 કોરોના કેસ નોંધાતા ગામ ને લોકડાઉન કરી દેવાયું.
જાણો ગુજરાત ના કયા ગામ માં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દેવાયું ! નાનકડા ગામમાં એક સપ્તાહમાં 47 કોરોના કેસ નોંધાતા ગામ ને લોકડાઉન કરી દેવાયું.
એક જ સપ્તાહમાં વડોદરા ના ખાનપુર ગામમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ગ્રામ્ય વિસ્તારો કરતા વધારે જોવા મળતી હતી. હવે કોરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપી પ્રસરી રહ્યો છે. જેને લઇને હવે ગ્રામજનો સ્વયંભુ લોકડાઉન તરફ વળ્યા છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયમાં અચાનક કોરોનો પોઝીટીવ કેસો વધતા સેવાસી નજીક આવેલા ખાનપુર ગામમાં 31 માર્ચ સુધીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનો કહેર વધતાં લોકોમાં ફરી ડરનો માહોલ પેદા થયો છે. વડોદરા જિલ્લામાં આવેલા ખાનપુર ગામમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ સપ્તાહમાં ખાનપુર ગામમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ ના ડરના માર્યા ગ્રામજનો ફફડી રહ્યાં છે. ખાનપુર ગામના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એક વર્ષ પછી ફરી લોકડાઉનને લઈને લોકોમાં હાહાકાર સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને સેવયંભૂ લોકડાઉન કરાયું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/