નંદેસરી હાઇવે ઓવર બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો! કન્ટેઇનર અને પવન ચક્કી લઈ જઈ રહેલા પુલર વચ્ચે અકસ્માત સર્જાયો
વડોદરા ના નંદેસરી નેશનલ હાઇવે નંબર 08 ઉપર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો, મહારાષ્ટ્ર થી કચ્છ તરફ પવન ચક્કી નું સામાન લઈ ને જઈ રહેલા પુલર અને બેગ્લોર થી અમદાવાદ તરફ જઈ રહેલા કન્ટેઈનર વચ્ચે અકસ્માત સર્જાયો
મહારાષ્ટ્ર થી કચ્છ જઈ રહેલા પુલર જે પવન ચક્કી નું ભારદારી સામાન લઈ ને જઈ રહ્યું હતું અચાનક નંદેસરી ઓવર બ્રિજ ઉપર પુલર માંથી બોલ્ટ તૂટી જતા પાછળ પવન ચક્કી નું ભારદારી સામાન હાઇવે ના રોડ વચ્ચે આવી ગયેલ, જેથી પાછળ થી આવી રહેલ કન્ટેઇનર આ ભારદારી સમાનમાં અથડાયુ હતું,
કન્ટેઇનર અથડાતા ની સાથે જ બંને વાહન રોડ ઉપર આડા થઈ ગયેલ,
અકસ્માત પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા હતા
સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી
હાઇવે ઓર્થોરિટી એ એક તરફ નો બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યું અને સાથે અકસ્માત થયેલ જગ્યા એ બંને વાહનો ને છુટા પાડવાનું કામ ચાલુ કરેલ
આર્યનસિંહ ઝાલા
NS NEWS( નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in