છોટાઉદેપુર માં કોરોના રિપોર્ટ કરાવવા લાઈનો લાગી , સોશિયલ ડિસ્ટેંસીન્ગના ધજાગરા
છોટાઉદેપુર નગરમાં વેપાર કરતા વેપારીઓએ કોરોના રિપોર્ટ કરાવવાના વહીવટી તંત્રના આદેશ થી નગરના ઝંડા ચોક માં આવેલા કોવિડ સેન્ટર ઉપર વેપારીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. જાહેર નામા બાદ મસ મોટી લાઈનો જોવા મળી રહી હતી. જેમાં સોશિયલ ડિસ્ટેંસીગ નો અભાવ નરી આંખે જોવાઈ રહ્યો હતો. ટોળામાં ઉભા થઇ નગરજનો પોતાના વારા ની રાહ જોઈ રહ્યા હતા. એ ઉભેલા ટોળામાંથી કોનો રિપોર્ટ પોજેટિવ છે કે નેગેટિવ તે તો તપાસ બાદ નો વિષય છે. પરંતુ ટોળામાં કેટલા પોઝેટીવ કોરોના સ્પ્રેડર હશે અને કેટલાને સંક્રમિત કરતા હશે તે તો આવનાર સમય જ બતાવશે . જિલ્લા ના વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. અથવા તો વધુ કોવીડ સેન્ટર શરુ કરી ઘસારાને ઓછો કરવા વધુ પ્રયત્નો હાથ ધરવા જોઈએ
શકીલ સમોલ છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/