ગુજરાત

નંદેશરી GIDC માં કેમિકલ વાળું વેસ્ટ પાણી વરસાદી પાણી ની કાસ માં નાખ્યું હોવાની આશંકા??

 

નંદેશરી GIDC માં કેમિકલ વાળું વેસ્ટ પાણી વરસાદી પાણી ની કાસ માં નાખ્યું હોવાની આશંકા??

મળતી માહિતી અનુસાર નંદેશરી CETP પ્લાન્ટ ની પાછડ ની ગેટ પાસે આવેલ વરસાદી પાણી ની કાસ માં કેમિકલ વાળું વેસ્ટ પાણી ગત રોજ રાત્રે ટેન્કર દ્વારા વરસાદી પાણી ની કાસ માં ખાલી કરી દેવામાં આવેલ,

આ કેમિકલ વાળું પાણી કાસ દ્વારા લાલપુરા અને રઢીયાપુરા જવાના રસ્તા ઉપર આ પાણી કાસ માંથી બહાર નીકળતા જોવા મળ્યું હતું, પર્યાવરણ બચાવો જમીન બચાવો સમીતી ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા ને આજ સવારે જાણ થતાં જગ્યા ને રૂબરૂ મુલાકાત લીધી, GPCB માં બરોડા ઓફીસ , GPCB ગાંધીનગર ઓફીસ કંમ્પ્લેઇન માટે ફોન કરવામાં આવ્યો પણ કોઈ અધિકારીયે ફોન ઉપાડ્યો નહતો,

આ કેમિકલ વાળા પાણી નો સેમ્પલ દીપકસિંહ વીરપુરા દ્વારા લેવામાં આવ્યો હતો,

અને નંદેશરી એસોસિએશન ના ચેરમેન સાથે ફોન પર વાત કરતા જાણવા મળ્યું હતું કે નંદેશરી GIDC માં આવેલ કોઈ કંપની ની પાણીની પાઇપ લાઈન માં ભંગાણ થતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે આવું બાબુભાઇ પટેલ એ જણાવ્યું હતું,

પરંતુ જે સ્થળ ઉપર આ કેમિકલ વાળું પાણી જોવા મળેલ તે સ્થળ પર કોઈ પાઈપ લાઈન તુટવા નો બનાવ જોવાં મળેલ નથી જેથી ચોક્કસ ટેન્કર ખાલી થવાનુ અનુમાન લગાવી શકાય છે,
કારણ કે કેમીકલ વાળુ પાણી ગટરની બાજુમાં જમીન ઉપર પ્રેસરથી ખાલી થવાનુ જોવા મડેલ હતુ.

આ પણ એક તપાસ નો વિષય છે કે પાણી ની પાઇપ લાઈન ના ભંગાણ ની સાથે સાથે કેમિકલ વાળું પાણી છોડવાનું એક કૌભાંડ પણ હોય શકે એવું દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button