આરોગ્યગુજરાતદેશ દુનિયા

કોરોનાની રસી બાદ પ્રોસેસ્ડ અને મીઠી વસ્તુથી દૂર રહો ,કરોડો લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ

કોરોનાની રસી બાદ પ્રોસેસ્ડ અને મીઠી વસ્તુથી દૂર રહો ,કરોડો લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ

કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવી દીધો છે. દેશભરમાં કરોડો લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ ચૂકી છે અને લાખો લોકો રોજ રસી લેવા માટે રસી સેન્ટર પણ પહોંચી રહ્યા છે. જાે કે રસી લગાવ્યા બાદ તમને કોઈ આડઅસર ન થાય તેમાં તમારો ડાયેટ પણ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રિપોર્ટનું માનીએ તો કોરોનાની રસી મૂકાવતા પહેલા અને લીધા બાદ તમારે શું ખાવું જાેઈએ અને શું નહીં તે જાણવું ખુબ જરૂરી છે. જાે તમે કોવિડની રસી મૂકાવવા જઈ રહ્યા હોવ તો નિયમિત રીતે પાણી ખુબ પાણી પીવું જરૂરી છે. તરબૂચ, કાકડી, ખીરા કાકડી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો. જેથી કરીને રસીના કારણે થતી આડઅસરની આશંકા ઓછી થઈ શકે. આ સાથે જ રસીના આખા કોર્સ દરમિયાન તમને સારું મહેસૂસ થાય. રસી મૂકાવ્યા બાદ દારૂનું સેવન બિલકુલ ન કરો. કારણ કે તેના કારણે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે રસીની આડ અસર વધી જાય છે. આલ્કોહોલ રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીનું માનીએ તો રસી મૂકાવ્યા બાદ દારૂ પીવાથી ઈમ્યુનિટી પણ નબળી થાય છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશિયનમાં પ્રકાશિત એક રિસર્ચનું માનીએ તો કોવિડ રસી લગાવ્યા બાદ સેચુરેટેડ ફેટ અને કેલેરીઝથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડથી બિલકુલ દૂર રહેવું જાેઈએ. જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનના એક સ્ટડીનું માનીએ તો કોરોનાની રસી મૂકાવ્યા બાદ વધુ પડતી ગળી અને ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવું જાેઈએ. નહીં તો સ્ટ્રેસ અને એન્ઝાઈટી થઈ શકે છે અને ઊંઘ પણ બગડી શકે છે. કોરોના રસી લીધા બાદ શક્ય હોય તો સ્વસ્થ અને સંતુલિત ડાયેટનું સેવન કરો. જેમાં whole grain અને ફાઈબરથી ભરપૂર ચીજાે સામેલ કરો. જેથી કરીને ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે. અમેરિકાના સીડીસીનું માનીએ તો કેટલાક લોકોને રસી લીધા બાદ બેહોશી જેવા લક્ષણ પણ જાેવા મળે છે. આવામાં ભરપૂર પાણી પીવું અને હેલ્ધી ડાયેટનું સેવન કરીને nxiety અને બેહોશી જેવી મુશ્કેલીઓને રોકી શકાય છે.

 

NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button