આરોગ્યગુજરાતદેશ દુનિયા

કેસ વધતાં બ્લડ બેંકોમાં પ્લાઝ્‌માના સ્ટોકની અછત , સુરત શહેરમાં નવી સમસ્યા ઊભી થઈ

કેસ વધતાં બ્લડ બેંકોમાં પ્લાઝ્‌માના સ્ટોકની અછત , સુરત શહેરમાં નવી સમસ્યા ઊભી થઈ


કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન, ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતે રાજ્યમાં સૌથી વધુ બ્લડ પ્લાઝમા ડોનેટ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આઠ મહિના બાદ, શહેર જ્યાપે મહામારીની બીજી લહેર સામે લડી રહ્યું છે ત્યારે શહેરની બ્લડ બેંકો બ્લડ પ્લાઝમાને સ્ટોક કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં, બ્લડ બેંકો માત્ર ૩૬ દિવસની અંદર બ્લડ પ્લાઝમાના ૪૫૫ યુનિટ એકઠા કરી શકી હતી. અત્યારે, ન્યૂ સિવિલ હોસ્પિટલ અને SMIMER હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંક સહિતની ચાર મુખ્ય બ્લડ બેંકો, વાયરસથી સ્વસ્થ થયેલા લોકોને આગળ આવવા અને બ્લડ પ્લાઝ્‌માનું ડોનેશન કરવા માટે અપીલ કરી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં માગમાં જબરદસ્ત વધારો થયો છે. બ્લડ બેંકોએ દાવો કર્યો કે, બ્લડ પ્લાઝ્‌માનો ખૂટતો જતો સ્ટોક ડોનર્સની સંખ્યા ઘટવાનું પરિણામ છે. જાન્યુઆરી અને માર્ચમાં કેસોમાં ઘટાડો થતાં, ડોનર્સની સંખ્યા પણ ઘટી હતી. અમને રોજની ઘણી ઈન્કવાયરી મળે છે, પરંતુ અમે બધાને પૂરું પાડવા માટે સક્ષમ નથી’, તેમ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરી કથીરિયાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અછત હોવા છતાં તેઓ દરરોજ છથી સાત યુનિટ બ્લડ પ્લાઝ્‌મા આપવા માટે સક્ષમ છે.

 

NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button