પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવા બદલ ભાજપ-પ્રમુખ પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ,
ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. સુરતની હોસ્પિટલ માટે ભાજપ પ્રમુખ સી.આર પાટિલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે. આ ઉપરાંત રાજકીય પક્ષના કાર્યાલય તેમજ ખાનગી જગ્યાએ થતા ઇન્જેક્શનના વિતરણ બાબતે પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી?
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી તે એક મોટો પ્રશ્નાર્થ છે. શું સી.આર પાટીલે બારોબાર વહીવટ કર્યો છે કે શું? શું હોસ્પિટલ અને મેડિકલની દુકાન સિવાય અન્ય કોઇ પણ રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી શકે? જેવાં અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં ઉલ્લેખનીય છે કે, સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટે ગઇ કાલે શુક્રવારના રોજ અખબારી યાદી જાહેર કરી હતી કે, ‘શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/