રાજ્ય સરકાર ના નિર્ણય ને ઘોડીને પી જતા છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી, માસ્ક સિવાયના દંડ નો RTO મેમો આપી ગરીબ જનતા ને લૂંટી ટાર્ગેટ પૂરો કરી રહ્યા છે!
રાજ્ય અને આખા દેશ માં કોરોના ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ચારો તરફ કોરોના નો હાહાકાર મચી જવા પામ્યો છે, કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતું જઇ રહ્યું છે, જેના કારણે ઉદ્યોગો અને નાના ધંધાકીય વેપારીઓ ને આર્થિક નુકસાન પોહચ્યું છે, અનેક લોકો ને ધંધા-રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે, તેવામાં રાજ્ય સરકાર થોડા મહિના માસ્ક નો 1 હજાર નો દંડ વસુલવાનું બંધ કરી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી કરી લીધી, જેવી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પતી તેના થોડા દિવસો માં કોરોન ની બીજી લહેર પ્રસરવા માડી હતી, બીજી લહેરમાં કોરોના ને અનેક લોકો ને સંક્રમિત કર્યા, આ કોરોના કહેરમાં કેટલાક નાના ઉદ્યોગો અને કેટલાય નોકરિયાત વર્ગ બેરોજગાર બન્યા, તેવામાં રાજ્ય સરકાર ના આદેશ અને પોલીસ વડા ના આદેશ અનુસાર રાજ્ય પોલીસ રાજ્ય ની જનતા પાસેથી માસ્ક ના 1 હજાર રૂપિયા ની દંડ ની સાથે સાથે બીજા અન્ય ટ્રાફિક ના નિયમો ના દંડ ની વસૂલી કરી રહ્યા હતા, કોરોના ના કહેર થી બેરોજગાર બનેલ અનેક લોકોએ માસ્ક પહેર્યો હોવા છતાં અન્ય વાહન વ્યહવાર ના નિયામો અને ટ્રાફિક ના નિયમો નો હજારો રૂપિયાનો દંડ રાજ્ય પોલીસ દ્વારા રાજ્ય સરકાર નો ટાર્ગેટ પૂરો કરવા આપવામાં આવી રહ્યો છે.કોરોના ના કહેર માં આ માસ્ક સિવાય ના દંડ થી ત્રાહિમામ પોકારી ઉઠેલ વડોદરા ની જનતા એ રાજ્યકક્ષા ના મંત્રી યોગેશભાઈ પટેલ ને રજુઆત કરી હતી, જેથી રાજ્યકક્ષા ના મંત્રી યોગેશભાઈ પટેલે એ 22/04/2021 ના રોજ ગાંધીનગર ખાતે મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર ને આ મુદ્દે જણાવતા રાજ્ય ના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને રાજ્ય ના વાહન વ્યવહાર મંત્રી એ હાલ માં ચાલી રહેલ કોરોના ની મહામારી માં માસ્ક સિવાય નો દંડ જનતા પાસેથી ના ઉઘરવામાં આવે એવું જણાવેલ, માસ્ક સિવાય ના દંડ ની કલમ હાલ પૂરતી ના લગાવવામાં આવે એવુ જાહેર કરેલ, પરંતુ અમુક પોલીસ સ્ટેશનમાં આ નિર્ણય આવ્યા પછી પણ માસ્ક સિવાય ની કલમો લગાવી જાહેર જનતા ને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે, આવોજ એક કિસ્સો વડોદરા ના છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે,
ગત રોજ સાંજે 7 વાગ્યા ની આસપાસ છાણી પોલીસ સ્ટેશન સામે માસ્ક મુદ્દે છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ ચેકીંગ કરી રહ્યા હતા, તે સમયે માસ્ક વગર નીકળતા અનેક લોકો ને રોકી ને માસ્ક નો દંડ આપવામાં આવી રહ્યો હતો, જાગૃત નાગરિકો માસ્ક પહેરીને અવરજવર કરતા હતા જેથી દંડ નો ટાર્ગેટ પૂરો કરવા પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમો નો દંડ પણ જનતા ને આપવાનું ચાલુ કરેલ, જેમાં ત્યાંથી નીકળતા છુટ્ટક કામ કરી ગુજરાણ ચલાવતા સંજયભાઈ યાદવ ને સ્થળ પર હાજર છાણી પોલીસે રોક્યા હતા અને માસ્ક સંજય ભાઈ એ માસ્ક પહેરેલો હતો જેથી પોલીસ કર્મીએ ટાર્ગેટ પૂરો કરવા ગરીબ મધ્યમવર્ગીય સંજયભાઈ યાદવ ને જૂની નંબર પ્લેટ અને RC બુક સાથે ના રાખવાનો RTO નો દંડ ફટકાર્યો હતો, સંજયભાઈ યાદવ મૌખક કેટલીલ રજુઆત કરી કે સાહેબ મારી પાસે આટલા બધા રૂપિયા નથી હું ગરીબ છે રોજ કમાઈ ને રોક ખવ છું, અને મેં માસ્ક પણ પહેરેલું છે, મારી બાઈક તમે જમા કરશો તો હું કઈ રીતે છુટટક ધંધો કરીશ, આજીજી સાંભળ્યા વગર સ્થળ પર હાજર પોલીસ જવાને બાઈક જમા લઈ લીધું અને RTO નો મેમો આપી દીધો,
રૂબરૂ માં સંજયભાઈ સાથે અમારી વાત થતા જાણવા મળેલ કે સંજયભાઈ યાદવ સિવાય બીજા લોકો ને પકડ્યા હતા તેમાંથી અમુક લોકો ને ફોન પર વાત કરીને પોલીસ કર્મીઓ દ્વારા દંડ ભર્યા વગર જવા દીધા હતા,
સંજયભાઈ યાદવ એ જણાવ્યું કે આજે શનિવાર અને કાલે રવિવાર છે અને RTO બંધ છે હવે હું 2 દિવસ પછી મારુ બાઈક છૂટશે અને નથી ખબર કે કેટલા રૂપિયાનો દંડ ભરવાનો આવશે,
કોરોના ની મહામારી માં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો પાસે થી ટાર્ગેટ પૂરો કરવા ઉઘરવામાં આવતા દંડ પર લગામ ક્યારે લાગશે??
માસ્ક પહેર્યો હોવા છતાં એક વાહન ચાલાક ને નંબર પ્લેટ અને RC બુક સાથે ના રાખવાનો RTO નો દંડ ફટકારવામાં આવ્યો, અમારા રિપોર્ટર દ્વારા છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા એ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈ ઓફિશિયલ લેટર નથી મળેલ કે કોઈ ખાતાકીય માંથી માહિતી નથી મળેલ, આ પરથી જાણવા મળે છે કે સરકાર અને પોલીસ ની બેવડી નીતિ ના લીધે જનતા નો ભોગ લેવાય છે,
વધુ માં પોલીસ ના અંગત સૂત્રો તરફ થી જાણવા મળ્યું છે કે એક પોલીસ સ્ટેશન વિસ્તાર માં 40 માસ્ક ના દંડ 5 ટ્રાફિક દંડ અને 5 જાહેરનામા ભંગ ના દંડ વસૂલવા આદેશ કરેલ છે
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/